મેં બાદશાહને ઍક્ટિંગમાં હાથ અજમાવવા કહ્યું હતું : સોનાક્ષી સિંહા

02 April, 2019 11:49 AM IST  |  | શાહીન પરકાર

મેં બાદશાહને ઍક્ટિંગમાં હાથ અજમાવવા કહ્યું હતું : સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા અને બાદશાહ

સોનાક્ષી સિંહાનું કહેવું છે કે સિંગર-રૅપર બાદશાહને ઍક્ટિંગ માટે તેણે કહ્યું હતું. ‘ફુકરે’ના ડિરેક્ટર મિþઘદીપ સિંહ લાંબાના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મમાં સોનાક્ષી સિંહાની સાથે બાદશાહ પણ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા બાદશાહ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે જેનું શૂટિંગ ગઈ કાલે પૂર્ણ થયું હતું. સોનાક્ષીએ તેનું ગીત પણ લૉન્ચ કર્યું હોવાથી તેઓ સાથે ગીત કરવા વિશે ઘણી ચર્ચા કરી હતી. જોકે બાદશાહને ઍક્ટિંગમાં હાથ અજમાવવા માટે સોનાક્ષીએ કહ્યું હતું. આ વિશે વધુ જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘એકાદ વર્ષ પહેલાં મને બાદશાહે ફોન કરીને ઍક્ટિંગ વિશે પૂછ્યુ હતું, કારણ કે તેને ઘણી ઑફર મળી રહી હતી. હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેને કહ્યું હતું કે તેણે ઍક્ટિંગમાં ટ્રાઇ કરવી જોઈએ. કુદરતનો કરિશ્મા જુઓ હવે તે મારી સાથે જ કામ કરીને બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. હું તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ પાત્ર ખાસ તેના માટે જ બનાવવામાં આવ્યું હોય એટલું સુંદર છે. અમારા માટે આ ફિલ્મ મસ્તીથી ભરપૂર હશે.’

sonakshi sinha badshah bollywood