"સ્કર્ટ પહેરીને ફરનારી મૉડર્ન ગર્લ્સ કરતાં હું બહુ બિઝી છું"

05 October, 2012 02:59 AM IST  | 

"સ્કર્ટ પહેરીને ફરનારી મૉડર્ન ગર્લ્સ કરતાં હું બહુ બિઝી છું"



દિવાળીમાં પહેલી વાર તારી કોઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, એક્સાઇટેડ છે?

મેં ઈદને ‘દબંગ’ની રિલીઝ સાથે માણી હતી. આ મોટી ફિલ્મ છે અને મોટા ફેસ્ટિવલ સાથે રિલીઝ થઈ રહી છે એટલે મોટા પાયામાં દર્શકો પણ હશે એથી હું ખૂબ એક્સાઇટેડ છું.

તારી હૉટ ઇન્ડિયન ગર્લની ઇમેજ ખૂબ ચર્ચામાં છે.

હું ખુશ છું કે હું સારી જગ્યાએ છું. હું ઇન્ડિયન ગર્લ છું અને ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરું છું અને એક જ ઝોનમાં રહેવા છતાં ડિફરન્ટ ભૂમિકાઓ કરી રહી છું. હું સ્કર્ટ પહેરીને ડાન્સ કરતી બીજી (બૉલીવુડ) ગર્લ્સ કરતાં વધુ બિઝી છું.

એવી વાતો સંભળાઈ હતી કે તું હવે સલમાનના કૅમ્પનો હિસ્સો નથી રહી.

નૉનસેન્સ. એ માટે હું શું કહી શકું? જ્યારે તમે કામ કરી રહ્યા હો ત્યારે તમે એકાદ પાર્ટી અટેન્ડ ન પણ કરી શકો. પરંતુ હું ઈદ અને ગણપતિમાં ત્યાં હતી. જોકે મારે આ બાબતની ચોખવટ કોઈને કરવાની જરૂર નથી. અમારા સંબંધો હંમેશાં રહેશે.

તું બહુ એકલી-અતડી રહેતી વ્યક્તિ તરીકે જાણીતી છે એ સાચું છે કે ખોટું?

બીજા લોકો તેમની જિંદગીમાં શું કરે છે એ બાબતે મને કાંઈ પડી નથી, પણ મને નવાઈ લાગે છે કે બીજા કોઈને મારામાં કેમ આટલો રસ છે? હું એક પ્રાઇવેટ પર્સન છું અને ખૂબ ઓછા ફ્રેન્ડ્સ ધરાવું છું. કોઈને ત્રણ-ચાર વાર મળી હોઉં તેવી વ્યક્તિ માટે આઉટ ઑફ વે જઈને કંઈક કરવામાં હું નથી માનતી.

તેં ‘જોકર’નું ખૂબ ઓછું પ્રમોશન કર્યું એટલા માટે ફારાહે તને ફિલ્મમાંથી પડતી મૂકી?

મને નથી લાગતું કે કોઈ ફિલ્મને કારણે એની સાથે સંકળાયેલી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો પર ખાસ અસર થતી હોય. સંબંધો આ બધાથી ઘણા આગળ હોય છે. હું કરી શકી એટલું પ્રમોશન મેં એ ફિલ્મનું કરેલું. અમારી વચ્ચે બધું બરાબર છે.

તને વારેઘડીએ રણવીર સિંહ સાથે જોડવામાં આવે છે

મને લાગે છે કે એ અફવા તો એની મેળે જ શમી ગઈ છે. એક સમય પછી આવી વાતોથી ઇરિટેશન થાય છે. હું ગૉસિપ કરવાને ધિક્કારું છું એટલે જ જે લોકો મારી અંગત જિંદગીમાં વધુ ઝાંકવાની અને વધુ જાણવાનો રસ લેવાની કોશિશ કરે છે તેમને પણ હું ધિક્કારું છું. હું સમજું છું કે લોકોને મારા વિશે વાંચવું ગમતું હોય છે. જો મારું કોઈની સાથે લિન્ક-અપ થયું હોય તો મારા પેરન્ટ્સ એ વિશે જરૂર જાણતા હોત.

પંજાબમાં શૂટિંગ કરતી વખતે તું બાઇક ચલાવતાં શીખેલી?

પટિયાલામાં શૂટિંગ કર્યું એ દરમ્યાન મેં લગભગ બધું જ માણી લીધું. એક મોટા પરિવાર જેવું જ બની ગયેલું. બાઇક ચલાવવામાં ખૂબ મજા આવી હતી. મેં અગાઉ ક્યારેય આવું નહોતું કર્યું.