ક્રિકેટનો ક પણ ખબર નથી સોનાક્ષી સિંહાને

04 December, 2014 05:54 AM IST  | 

ક્રિકેટનો ક પણ ખબર નથી સોનાક્ષી સિંહાને

ઇન્ડિયાનો પહેલો સ્ર્પોટ્સ રિયલિટી શો બૉક્સ ક્રિકેટ લીગ ટૂંક સમયમાં ટચૂકડા પડદે ધમાલ મચાવવા આવી રહ્યો છે. આ શોના ઉદ્ઘાટન પ્રસંગે આગામી ફિલ્મ ‘ઍક્શન જૅક્સન’ના પ્રમોશન માટે ઍક્ટ્રેસ સોનાક્ષી અને ડિરેકટર પ્રભુ દેવા હાજર રહ્યાં હતાં અને બન્નેએ ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો. પ્રભુ દેવા બોલિંગ અને સોનાક્ષી ચોગ્ગા અને છગ્ગા મારવાના નિષ્ફળ પ્રયાસ કરતી હતી એ દૃશ્યો જોવા જેવાં હતાં. સોનાક્ષીએ કબૂલ પણ કર્યું હતું કે તેને ક્રિકેટનો ‘ક’ પણ નથી ખબર, પણ તે લેફ્ટી બૅટ્સવુમન હોવાનું આ ફોટા પરથી કહી શકાય.