હેં આ શું?: ઇમરાન હાશમી અને સની લિયોની છે બિહારી

10 December, 2020 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હેં આ શું?: ઇમરાન હાશમી અને સની લિયોની છે બિહારી

તસવીર સૌજન્યઃ જાગરણ

ઈમરાન હાશમી અને સની લિઓનીનો દિકરો બિહારની સ્કૂલમાં ભણી રહ્યો છે એવા સમાચાર સાંભળીએ તો બધાના મનમાં પહેલો પ્રશ્ન એ જ આવશે કે આ બંનેના લગ્ન થયા ક્યારે?

બિહારના મુઝફ્ફરપુરના બીઆરએ બિહાર યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ તેના પિતાનું નામ ઈમરાન હાશ્મી અને માતાનું નામ સની લિઓની જણાવ્યું છે. આ વિદ્યાર્થીની મસ્તી આટલામાં જ પુરી થઈ નહીં. તેણે પોતાના સરનામામાં ચતુર્ભુજ સ્થાન લખ્યું જે શહેરનો રેડલાઈટ વિસ્તાર છે.

આ ફોર્મ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયુ હતું. ઈમરાશ હાશ્મીએ પોતે ટ્વીટરમાં આઉટલુક મેગેઝીનમાં આવેલા આ સમાચારને રિટ્વીટ કરતા કહ્યું કે, કસમથી આ હુ નથી. અભિનેતાના આ ટ્વીટ બાદ સોશ્યલ મીડિયામાં આ સમાચાર ખૂબ જ વાયરલ થયા અને લોકોએ ઈમરાનને પણ મિમ્સથી રિપ્લાય આપ્યા હતા.

 

emraan hashmi sunny leone