29 June, 2023 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આનંદ એલ. રાય
આનંદ એલ. રાયનું કહેવું છે કે ‘તેરે ઇશ્ક મેં’ની સ્ટોરીનું હાર્દ પણ ‘રાંઝણા’ જેવું જ હશે. ‘રાંઝણા’નાં દસ વર્ષ થતાં આનંદ એલ. રાયે ફરી ધનુષ સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. તેઓ આ ફિલ્મ દ્વારા ત્રીજી વાર સાથે કામ કરી રહ્યા છે. આ વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં આનંદ એલ. રાયે કહ્યું કે ‘અમે જ્યારે ‘તેરે ઇશ્ક મેં’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે અમને એનો એહસાસ થયો કે અમે આ ફિલ્મમાં પણ ‘રાંઝણા’ જેવું જ અગ્રેશન લાવી રહ્યા છીએ. આ ફિલ્મના પ્રકારની વાત કરીએ તો એ ટ્રૅજેડીની કૅટેગરીમાં આવે છે. આ બે ફિલ્મો વચ્ચે કોઈ સામ્ય નથી, પરંતુ તેમનું હાર્દ સેમ છે. અમે ‘રાંઝણા’ પર જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અમને જે ફીલિંગ આવી રહી હતી એ હવે ફરી આવી રહી છે. ‘તેરે ઇશ્ક મેં’નાં કેટલાંક દૃશ્યોને વારાણસીમાં શૂટ કરવામાં આવશે જ્યાં ‘રાંઝણા’ને પણ શૂટ કરવામાં આવી હતી. જોકે મોટા ભાગનાં દૃશ્યોને અન્ય જગ્યાએ શૂટ કરવામાં આવશે.’