સોહા અલી ખાન પતિ અને દીકરીને પપ્પાની કબર પર લઈ ગઈ

06 January, 2025 09:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે ૮૪મી જન્મજયંતી હતી મન્સૂર અલી ખાન પટૌડીની

સોહા અલી ખાને પતિ કુણાલ ખેમુ અને દીકરી ઇનાયા સાથે પપ્પાની કબર જઈને તેમને અંજલિ આપી હતી.

દંતકથા સમાન ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની ગઈ કાલે ૮૪મી જન્મજયંતી હતી. એ નિમિત્તે સોહા અલી ખાને પતિ કુણાલ ખેમુ અને દીકરી ઇનાયા સાથે પપ્પાની કબર જઈને તેમને અંજલિ આપી હતી. સોહા અને તેના પરિવારે એક કેક પર મીણબત્તી પ્રગટાવી હતી અને ઇનાયા દ્વારા હાથે લખેલી એક ચબરખી પણ ત્યાં મૂકી હતી. ટાઇગર તરીકે ઓળખાતા મન્સૂર અલી ખાન પટૌડીનું ૨૦૧૧માં અવસાન થયું હતું.

soha ali khan kunal khemu bollywood news bollywood entertainment news