25 April, 2022 04:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ઇન્સ્ટાગ્રામ પર સ્મૃતિ ઇરાનીએ પોતાના બધા બાળકો અને પતિ સાથે અનેક તસવીરો શૅર કરી છે. આ પોસ્ટને જોઈને લાગે છે સ્મૃતિ ઇરાનીના બાળકો કૉલેજની સ્ટડી માટે બહાર જઈ રહ્યા છે. ફોટોઝમાં બધા મસ્તી કરતા જોવા મળે છે. સાથે જ સ્મૃતિએ કહ્યું કે તે બાળકોથી જુદા થવા માટે તૈયાર નથી.
ટેલીવિઝન એક્ટ્રેસ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. સ્મૃતિને ત્રણ સંતાન છે દીકરો જોહર, મોટી દીકરી શનેલ અને નાની દીકરી જોઈશ. બધા સંતાનોને લઈને સ્મૃતિ સોશિયલ મીડિયા પર ઘણીવાર પોસ્ટ શૅર કરતી હોય છે. હવે તેણે એક ખૂબ જ સુંદર પોસ્ટ શૅર કરીને જણાવ્યું છે કે કેવી રીતે તે પોતાના `બેબીઝ`ને છોડવા માટે તૈયાર નથી. આ પોસ્ટને જોતા લાગે છે કે સ્મૃતિ ઇરાનીના સંતાન કૉલેજ સ્ટડીઝ માટે બહાર જઈ રહ્યા છે.
બાળકોને છોડવા તૈયાર નથી સ્મૃતિ ઇરાની
ઇન્સ્ટાગ્રામ પર સ્મૃતિ ઇરાનીએ પોતાના બાળકો અને પતિ સાથે અનેક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં બધા મસ્તી કરતા જોવા મળે છે. પહેલી તસવીરમાં સ્મૃતિ પોતાની નાની દીકરી જોઈશ ઇરાનીને પકડીને સ્માઈલ કરી રહી છે. સાથે જ દીકરા જોહર તરફ જોઈ રહી છે, જે પિતા ઝુબિન ઇરાનીના કાનમાં કંઇક કહી રહ્યો છે. બીજી તસવીરમાં જોહર અને જોઈશ, પિતા ઝુબિનને ભેટી રહ્યા છે. અને ત્રીજી તસવીરમાં સ્મૃતિ પોતાની બન્ને દીકરીઓ સાથે પૉઝ આપતી જોવા મળી છે.
આ બધી હેપ્પી તસવીરો શૅર કરતા સ્મૃતિએ ખૂબ જ સુંદર કૅપ્શન આપ્યું છે. તેણે લખ્યું છે, "ઘણાં લોકોને અનેકવાર કહેતા સાંભળ્યા છે કે, "બાળકો ખૂબ જ જલ્દી મોટા થઈ જાય છે.", તો અને લોકો તમને એ પણ કહીને પણ જતાવે છે, "એક દિવસ તો તેમણે ઘર છોડીને જવાનું જ છે."... કોઇપણ સલાહ આપવામાં આવે હું કંઈ નથી સાંભળવાની... આ મારા બેબી છે અને હંમેશા મારી સાથે અને મારા સંબંધીઓ સાથે બંધાયેલા રહેશે. નહીં હજી મારું માળું ખાલી નથી થયું. નાના બાળકોએ જલ્દી પાછા આવવા માટે ઉડ્ડાણ ભરી છે. મારું જીવન, મારો પ્રેમ. @zoishiranii @Zohrirani @Shanelleirani"
સ્મૃતિની પોસ્ટ પર સેલેબ્સનું રિએક્શન
સ્મૃતિ ઇરાનીની આ પોસ્ટ પર ટ્વિંકલ ખન્નાએ હાર્ટ ઇમોજી કોમેન્ટ કરી છે. એક્ટ્રેસ અચિંત કૌરે પણ પોતાની કોમેન્ટમાં `લવ લવ લવ` લખ્યું. સ્મૃતિની કૉ-સ્ટાર રહી ચૂકેલી એક્ટ્રેસ જયા ભટ્ટાચાર્યે કોમેન્ટ કરી `Awwwww... આ કેટલા જલ્દી મોટા થઈ ગયા. ચશ્મેબદ્દૂર`. એક્ટ્રેસ આશકા ગોરડિયાએ કૉમેન્ટ કરી, "શબ્દ, ફોટોઝ, પ્રેમ". સ્મૃતિના ચાહકોને પણ તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં તેમના અને તેમના પરિવાર પ્રત્યે પ્રેમ વરસાવી રહ્યા છે.
સ્મૃતિએ વર્ષ 2001માં ઝુબિન ઇરાની સાથે લગ્ન કર્યા હતા. ઝુબિન પેશાવર બિઝનેસમેન છે. ઑક્ટોબર 2001માં બન્નેએ દીકરા જોહરનું સ્વાગત કર્યું. ત્યાર બાદ બન્નેને 2003માં દીકરી જોઈશ થઈ. ઝુબિનની દીકરી શેનલ તેને પોતાના પહેલા લગ્નથી થઈ હતી. સ્મૃતિ પહેલા ઝુબિને મોના ઇરાની સાથે લગ્ન કર્યા હતા. ડિસેમ્બર 2021માં સ્મૃતિ ઇરાનીએ દીકરી શેનલ ઈરાની અને અર્જુન ભલ્લાની સગાઈની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરીને કરી હતી.