પ્રવાસી વર્કર્સને ઘરે મોકલવાની વ્યવસ્થા બદલ સોનુની પ્રશંસા કરી સ્મૃતએ

25 May, 2020 09:08 PM IST  |  Mumbai Desk | Agencies

પ્રવાસી વર્કર્સને ઘરે મોકલવાની વ્યવસ્થા બદલ સોનુની પ્રશંસા કરી સ્મૃતએ

સોનુ સૂદ

સોનુ સૂદ જે પ્રકારે માઇગ્રન્ટ વર્કર્સને તેમના વતન પહોંચાડી રહ્યો છે એ જોતાં યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ તેની ખૂબ પ્રશંસા કરી છે. લૉકડાઉન હોવાને કારણે સોનુ મહારાષ્ટ્ર સરકાર પાસેથી મંજૂરી લઈને પ્રવાસી કામગારો માટે બસની વ્યવસ્થા કરીને તેમને બિહાર, કર્ણાટક અને ઝારખંડ મોકલાવી રહ્યો છે. સોનુની ચારેય બાજુએ ખાસ્સી પ્રશંસા થઈ રહી છે. એને જોતાં ટ્વિટર પર સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું હતું કે ‘છેલ્લા બે દાયકાથી હું તને એક પ્રોફેશનલ કલીગ તરીકે નિહાળીને ગર્વ અનુભવી રહી છું. એક ઍક્ટર તરીકે તારી પ્રગતિ પર મને ખુશી છે. હાલના કપરા સમયમાં તેં જે પ્રકારે લોકો પ્રતિ ઉદારતા દેખાડી છે એને જોતાં મને તારા પર અતિશય ગર્વ થઈ રહ્યો છે. જરૂરતમંદ લોકોની મદદ કરવા માટે આભાર.’

sonu sood smriti irani bollywood bollywood news bollywood gossips