અક્ષય માટે ઑક્સિજન બની સ્કાય ફોર્સ, ઓપનિંગ વીક-એન્ડમાં ૭૩.૨૦ કરોડ રૂપિયાનું કલેક્શન

28 January, 2025 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ફિલ્મ વીક-ડેઝમાં કેવું પર્ફોર્મ કરે છે એના પરથી એનું ભાવિ નક્કી થશે

‘સ્કાય ફોર્સ’ ફિલ્મનું પોસ્ટર

‘સ્કાય ફોર્સ’ અક્ષય કુમાર માટે ઑક્સિજન જેવી સાબિત થઈ છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં અક્ષયની ઉપરાઉપરી અનેક ફિલ્મો ફ્લૉપ ગઈ એ પછી ‘સ્કાય ફોર્સ’ના ઓપનિંગ વીક-એન્ડનો બિઝનેસ જોઈને તેણે રાહતનો શ્વાસ લીધો હશે. શુક્રવારે આ ફિલ્મે ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૧૫.૩૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું એ પછી શનિવારે ૨૬.૩૦ કરોડનું અને રવિવારે ૩૧.૬૦ કરોડનું કલેક્શન કર્યું હતું. ૩ દિવસના ઓપનિંગ વીક-એન્ડમાં આ ફિલ્મનું ટોટલ ૭૩.૨૦ કરોડ રૂપિયા થઈ ગયું હતું. હવે ફિલ્મ વીક-ડેઝમાં કેવું પર્ફોર્મ કરે છે એના પરથી એનું ભાવિ નક્કી થશે.

akshay kumar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news