ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના પૉઝિટિવ

05 August, 2020 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ કોરોના પૉઝિટિવ

એસપી બાલાસુબ્રમણ્યમ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસ (COVID-19) ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. હવે વધુ એક ગાયક કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ (SP Balasubrahmanyam)નો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. આ બાબતની માહિતી ગાયકે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને આપી હતી. ડૉક્ટરે તેમને હૉમ ક્વૉરન્ટીન થવાની સલાહ આપી હતી. પરંતુ સુરક્ષા માટે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા છે.

એસપી બાલાસુબ્રમણ્યમે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરીને કહ્યું હતું કે, બે-ત્રણ દિવસથી મને થોડી તકલીફ થઈ રહી હતી. શરદી અને તાવ પણ હતો. હું આ બાબતને હળવાશમાં લેવા ઈચ્છતો નોહતો. જ્યારે તપાસ માટે હૉસ્પિટલ ગયો તો ડોકટરે કહ્યું કે આ કોરોનાના હળવા લક્ષણો છે. તેમણે મને દવા લેવાનું કહ્યું અને ઘરે જ રહેવા કહ્યું. પરંતુ હું એવું કરવા ઈચ્છતો ન હતો. કારણકે મારો પરિવાર ઘણો ચિંતિત છે. હું હૉસ્પિટલમાં એડમિટ થઈ ગયો છું. બે દિવસમાં હું ઠીક થઇ જઈશ. હું અહીંયા આરામ કરવા માટે આવ્યો છું. માટે તમારા બધાનો કોલ રિસીવ નથી કરી શકતો. મારી ચિંતા કરવા માટે આભાર.

એસપી બાલાસુબ્રમણ્યમે 14 ભાષાઓમાં 40,000થી વધુ ગીતો ગાયા છે. તેમને સંગીત ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે છ નેશનલ ફિલ્મ એવૉર્ડ મળ્યાં છે. તેમને પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાયકની સાથે સાથે એસપી બાલાસુબ્રમણ્યમ અભિનેતા અને પ્રોડયુસર પણ છે.

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં બૉલીવુડ અને ટેલિવિઝનના અનેક સેલેબ્ઝ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. બચ્ચન પરિવાર, અનુપમ ખેરનો પરિવાર, કનિકા કપૂર, અભિજીત ભટ્ટાચાર્યનો દીકરો, મોહેના સિંહ, પાર્થ સમથાન, શ્રેણુ પરીખ સહિત અનેક સેલેબ્ઝ સામેલ છે. જોકે, મોટાભાગના સેલેબ્ઝ કોરોના સામેની જંગ જીતી ગયા છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips