જાણીતા ગાયક એસ. પી. બાલા સુબ્રમણ્યમનું 74 વર્ષની ઉંમરે નિધન

25 September, 2020 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જાણીતા ગાયક એસ. પી. બાલા સુબ્રમણ્યમનું 74 વર્ષની ઉંમરે નિધન

એસ. પી. બાલા સુબ્રમણ્યમ

હિન્દી, તેલુગૂ, મલયાલમ અને તામિલ સહિત લગભગ 16 ભાષાઓમાં લગભગ 40,000 ગીતોને અવાજ આપનારા જાણીતા એસ. પી. બાલાસુબ્રમણ્યમનું નિધન થઈ ગયું છે. એસ.પી. બાલાસુબ્રમણ્યમ (SP Balasubrahmanyam) ઘણાં સમયથી હૉસ્પિટલમાં દાખલ હતા અને તેઓ કોરોના વાયરસ સંક્રમિત પણ હતા. આજે તેમના સ્વાસ્થ્ય લઈને સલમાન ખાને પણ ટ્વીટ કર્યું હતું.

એસ.પી. બાલાસુબ્રમણ્યમનો જન્મ નેલ્લૂરના તેલુગુ પરિવારમાં થયો હતો અને તેમના પિતા એસ. પી. સમ્બામૂર્તિ એક હરિકથા આર્ટિસ્ટ હતા. એસ. પી. બાલાસુબ્રમણ્યમ બોલીવુડમાં સલમાન ખાનનો અવાજ આપ્યો હતો અને તેમણે 'મેને પ્યાર કિયા' અને 'હમ આપકે હૈ કોન' જેવી ફિલ્મોમાં ગીત ગાયા હતા. એસ. પી. બાલાસુબ્રમણ્યમ પ્લેબૅક સિંગર સિવાય મ્યૂઝિક ડાયરેક્ટર, એક્ટર, ડબિંગ આર્ટિસ્ટ અને ફિલ્મ પ્રૉડ્યૂસર પણ રહી ચૂક્યા છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમ 6 વાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીતી ચૂક્યા છે.

એસ. પી. બાલાસુબ્રમણ્યમના નામે સૌથી વધારે ફિલ્મી ગીતોમાં સ્વર આપવાનો ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ પણ નોંધાવ્યો છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમને 2001માં પદ્મશ્રી અને 2011માં પદ્મભૂષણના અવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમણે એસ. પી.બી અને બાલુ નામે પણ ઓળખવામાં આવતાં હતા. બોલીવુડમાં એસ. પી. બાલાસુબ્રમણ્યમ 'મેને પ્યાર કિયા', 'હમ આપકે હૈં કોન', 'અંધા કાનૂન', 'સાજન', '100 ડેઝ', 'ચેન્નઇ એક્સપ્રેસ' અને 'અંગાર' જેવી ફિલ્મોમાં પોતાનો સ્વર આપી ચૂક્યા હતા.

bollywood bollywood news bollywood gossips