05 September, 2022 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોનિતા ગાંધી
સિંગર જોનિતા ગાંધીની ઍક્ટિંગની ઇચ્છા પૂરી થઈ ગઈ છે. તે ‘વૉકિંગ ટૉકિંગ સ્ટ્રૉબેરી આઇસક્રીમ’માં દેખાવાની છે. આ ફિલ્મમાં તે પીકુના રોલમાં દેખાવાની છે. ફિલ્મને વિઘ્નેશ શિવને રાઉડી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરી છે અને વિનાયકે ડિરેક્ટ કરી છે. ફિલ્મનું પોતાનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જોનિતાએ કૅપ્શન આપી હતી, ‘મારી ઇચ્છા પૂરી થઈ છે. પીકુને હેલો કહો. ‘વૉકિંગ ટૉકિંગ સ્ટ્રૉબેરી આઇસક્રીમ’માં તમે મને જોઈ શકો છો. આ નાનકડો પરંતુ મજેદાર રોલ છે. આશા છે કે હું એક જ ભૂમિકામાં ન બંધાઈ જાઉં. આ ટીમ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. ‘ઍક્ટ ઇન અ ફિલ્મ’ આ મારા બકેટ લિસ્ટમાં હતું. એની સામે ચેકમાર્ક કરવાની ખુશી છે.’
જોનિતા સિવાય આ ફિલ્મમાં અન્ય ચાર મહિલાઓ પણ જોવા મળશે. એ વિશે વિઘ્નેશ શિવને કહ્યું કે ‘ફિલ્મ ‘વૉકિંગ ટૉકિંગ સ્ટ્રૉબેરી આઇસક્રીમ’માં રિયા સુમન કેતકીના રોલમાં, સુંદર ચહર માલતી અનામિકાની ભૂમિકામાં, વૈષ્ણવી સંગમિત્રાના રોલમાં અને રાચેલ તેજોનના રોલમાં દેખાવાની છે. સાથે જ આ ફિલ્મ દ્વારા ફેમસ, સુંદર અને અતિશય ટૅલન્ટેડ જોનિતા ગાંધીને એક ઍક્ટર તરીકે અમારા રાઉડી પિક્ચર્સ દ્વારા અમારી આ વિશેષ ફિલ્મમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે.’