ઍક્ટિંગ કરવી એ મારા ગજા બહારની વાત છે : હની સિંહ

11 November, 2019 02:01 PM IST  |  Mumbai

ઍક્ટિંગ કરવી એ મારા ગજા બહારની વાત છે : હની સિંહ

હની સિંહ

યો યો હની સિંહે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ઍક્ટિંગ એ તેનાં ગજાની વાત નથી. તેનાં ગીતો લોકોને ખૂબ પસંદ પડે છે. તે‌ણે બૉલીવુડની ‘કૉકટેલ’, ‘ચેન્નઇ એક્સપ્રેસ’, ‘સિંઘમ’, ‘ખિલાડી 786’, ‘બૉસ’ અને ‘સોનુ કી ટિટુ કી સ્વીટી’ જેવી અનેક ફિલ્મોમાં મ્યુઝીક આપીને ફિલ્મોને સફળતા અપાવી છે. આ સિવાય તેના સિંગલ સૉન્ગ અને આલ્બમ પણ ખાસ્સા હિટ રહ્યા છે. તે‌ને બેસ્ટ મ્યુઝીક ડિરેક્ટરના અવૉર્ડસ પણ મળી ચુક્યા છે. સોશ્યલ મીડિયામાં તેનાં મિલ્યન ફૉલોઅર્સ છે. તેનું અસલી નામ હિરદેશ સિંહ છે. તેણે ૨૦૧૨માં આવેલી પંજાબી ફિલ્મ ‘મિર્ઝા : ધ અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા ઍક્ટિંગમાં હાથ અજમાવ્યા હતાં. ત્યાર બાદ તેણે ૨૦૧૩માં આવેલી પંજાબી ફિલ્મ ‘તુ મેરા 22 મૈ તેરા 22’માં પણ કામ કર્યું હતું. ૨૦૧૪માં તેણે હિમેશ રેશમિયા સાથે ‘ધ એક્સપોઝ’માં કામ કરીને બૉલીવુડમાં ઍક્ટિંગનાં ક્ષેત્રે હાથ અજમાવ્યા હતાં. ૨૦૧૬માં આવેલી પંજાબી ફિલ્મ ‘ઝોરાવર’માં પણ તે ચમક્યો હતો. જોકે ફિલ્મોમાં ઍક્ટિંગ કર્યાં બાદ હની સિંહને લાગે છે કે ઍક્ટિંગ તે નહીં કરી શકે. આ વિશે હની સિંહે કહ્યું હતું કે ‘મેં ઍક્ટિંગમાં પ્રયાસો કર્યાં. જોકે મને એમ લાગે છે કે હું ઍક્ટિંગ નહીં કરી શકું. એથી મારુ માનવુ છે કે મારે ઍક્ટિંગ ના કરવી જોઈએ.’

yo yo honey singh