`મને ગર્વ છે હું પાકિસ્તાની છું`, અભિનેતા અલીએ આવું કહી જાવેદ અખ્તરના નિવેદન પર...

24 February, 2023 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાન ગાયક અને અભિનેતા અલી ઝફર(Ali Zafar)એ જાવેદ અખ્તર(Javed Akhtar)નું નામ લીધા વિના તેમણે પાકિસ્તાના આપેલા નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

અલી ઝફર અને જાવેદ અખ્તર

પાકિસ્તાન ગાયક અને અભિનેતા અલી ઝફર(Ali Zafar)એ જાવેદ અખ્તર(Javed Akhtar)નું નામ લીધા વિના કહ્યું કે આતંકવાદીથી પાકિસ્તાન સતત પીડાતું રહ્યું છે, અસંવેદનશીલ ટિપ્પણીઓથી ભાવનાઓને ભારે ઠેંસ પહોંચી શકે છે. ખરેખર, ભારતના પ્રસિદ્ધ ગીતકાર અને શાયર જાવેદ અખ્ત(Javed Akhtar in Paksitan)એ પાકિસ્તાનમાં આયોજિત સાતમાં ફેજના ઉત્સવ દરમિયાન કહ્યું હતું કે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેહગાર નોર્વે અથવા મિસ્ત્રથી નહોતાં આવ્યાં પરંતુ પાકિસ્તાનમાં હજી પણ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે અને જ્યારે ભારત 2008ની તે ભયાનક ઘટનાની વાત કરે ત્યારે પાકિસ્તાનીઓએ ખરાબ માનવું જોઈએ નહીં. 

આ મામલે અલી ઝફરે ગુરુવારે સાંજે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં અખ્તરનું નામ લીધા વિના કહ્યું, મને ગર્વ છે કે હું પાકિસ્તાની છું અને સ્વાભાવિક રીતે કોઈ પણ પાકિસ્તાની પોતાના દેશ કે લોકો વિરુદ્ધના નિવેદનની સરાહના નહીં કરે. આપણે બધા જાણીએ છીએ કે આતંકવાદને કારણે પાકિસ્તાને કેટલું સહન કર્યુ છે અને કેટલું ભોગવ્યું છે. આવી અસંવેદનશીલ અને અનાવશ્યક ટિપ્પણીઓથી ઘણાં લોકોની ભાવનાને ઠેંસ પહોંચી શકે છે. 

આ પણ વાંચો: ‘હાથી મેરે સાથી’ દ્વારા મળેલા પૈસાથી સલીમ અને હું ધનવાન બની ગયા : જાવેદ અખ્તર

42 વર્ષીય ગાયકે કહ્યું,"હું તમને બધાને પ્રેમ કરું છું અને વાસ્તાવમાં તમારી પ્રશંસા અને ટિકા બંનેને સમાન રીતે મહત્વ આપું છું. પરંતુ હું હંમેશાં એક વાતનો અનુરોધ કરું છું કે કોઈ પણ નિષ્કર્ષ અથવા નિર્ણય પર પહોંચતા પહેલા તથ્યોની પુષ્ટી કરો. હું ફેજ ઉત્સવમાં નહોતો, અને ન આગલા દિવસ સુધી જાણતો હતો કે શું કહેવામાં આવ્યું હતું. 

જાવેદ અખ્તરે કાર્યક્રમમાં એ પણ કહ્યું હતું કે નુસરત ફતેહ અલી ખાન અને મેહદીં હસન જેવા પાકિસ્તાની કલાકારોનું ભારતમાં સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું પરંતુ પાકિસ્તાનમાં ક્યારેય લતા મંગેશકરનો એક પણ કાર્યક્રમ આયોજિત થયો નથી. તાળીઓના ગડગડાટ વચ્ચે તેમણે કહ્યું કે "અમે નુસરત ફતેહ અલી ખાન અને  મેહદી હસનના મોટા કાર્યક્રમ આયોજિત કર્યા. તમે(પાકિસ્તાન)ક્યારેય લતા મંગેશકરના કાર્યક્રમનું આયોજન કર્યુ નથી. "

મુંબઈમાં 26 નવેમ્બર, 2008માં પાકિસ્તાનથી સમુદ્રના રસ્તાએ આવેલા લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ શહેરમાં હુમલો કર્યો હતો, જેમાં 166 લોકોના મોત થયા હતાં. 

 

 

 

 

bollywood news ali zafar javed akhtar entertainment news pakistan