અનુપમ ખેરના દીકરા સિકંદરે સોશિયલ મીડિયામાં માગ્યું કામ

20 November, 2020 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુપમ ખેરના દીકરા સિકંદરે સોશિયલ મીડિયામાં માગ્યું કામ

તસવીર સૌજન્યઃ સિકંદર ખેરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

સોશિયલ મીડિયામાં અનુપમ ખેર તથા કિરણ ખેરના દીકરા સિકંદર ખેરે પોતાની એક તસવીર શૅર કરીને કામ માગ્યું છે.

જોકે, તેણે કેપ્શનને મજાકમાં લેવાની સલાહ પણ આપી છે. સિકંદરે રિપ્લાઈ આપ્યો કે, 'કામની જરૂર છે. તમે હસી પણ શકો છો.' તેની આ તસવીર પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ કમેન્ટ પણ કરી છે.

ફિલ્મ નિર્માતા અપૂર્વ લાખિયાએ કહ્યું હતું, 'સર, જો મહાનાયક અમિતાભ બચ્ચન પછી જો હું કોઈ વ્યસ્ત વ્યક્તિને ઓળખતો હોઉં તો તે તમે છો.' જવાબમાં સિકંદરે કહ્યું હતું, 'સર, શું તમે એવું ઈચ્છો છો કે હું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જાઉં?

આ વર્ષે સિકંદર ત્રણ વેબ સીરિઝ 'આર્યા', 'ધ ચાર્જશીટ' તથા 'મુમ્ભાઈ'માં જોવા મળ્યો હતો. ફિલ્મની વાત કરીએ તો ગયા વર્ષે ત્રણ ફિલ્મ 'મિલન ટૉકીઝ', 'રોમિયો અકબર વૉલ્ટર' તથા 'ધ ઝોયા ફેક્ટર' રિલીઝ થઈ હતી. અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

સિકંદર, કિરણ ખેર તથા તેમના પહેલા પતિ ગૌતમ બેરીનો દીકરો છે. 2013માં એક ઈન્ટરવ્યૂમાં અનુપમ ખેરે કહ્યું હતું, 'સિકંદર જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મારી પાસે આવ્યો હતો. તે મને ઘણું જ માન-સન્માન આપતો હતો. જેવી રીતે મારા પિતાનો મારી પ્રત્યે વ્યવહાર હતો, તેવો જ વ્યવહાર મારો સિકંદર પ્રત્યે છે. જોકે, મને મારા પોતાના બાળકની ખોટ હંમેશાં વર્તાય છે પણ હું કંઈ જ કરી શકું તેમ નથી.'

sikander kher bollywood instagram