શેરશાહનું શૂટિંગ શરૂ કર્યું સિદ્ધાર્થ મલ્હોત્રાએ

22 October, 2020 10:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેરશાહનું શૂટિંગ શરૂ કર્યું સિદ્ધાર્થ મલ્હોત્રાએ

સિદ્ધાર્થ મલહોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘શેરશાહ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. સેટ પરના ફોટો તેણે શૅર કર્યો છે. ફોટોમાં દેખાઈ રહ્યું છે કે તે અરીસાની સામે બેઠો છે અને તેના હાથમાં સ્ક્રિપ્ટ છે. અન્ય ફોટોમાં તેનો મેકઅપ થઈ રહ્યો છે. મેકઅપ મૅને પીપીઈ કિટ પહેરી છે. ‘શેરશાહ’ની સ્ટોરી પરમવીર ચક્ર કૅપ્ટન વિક્રમ બત્રાની લાઇફ પર આધારિત છે જેમણે ૧૯૯૯માં દેશ માટે વીરગતિ મેળવી હતી. લૉકડાઉન હોવાથી ફિલ્મોનું કામ બંધ હતું. હવે સરકારે આપેલા દિશાનિર્દેશોના પાલન સાથે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સિદ્ધાર્થે કૅપ્શન આપી હતી કે ‘સોલ્જર કામ પર પાછો ફર્યો છે. ‘શેરશાહ’ના સેટ પર.’

sidharth malhotra bollywood news