સિદ્ધાર્થ મલ્હોત્રા તામિલ ફિલ્મ થડામની હિન્દી રીમેકમાં ​દેખાશે

05 March, 2020 12:31 PM IST  |  Mumbai

સિદ્ધાર્થ મલ્હોત્રા તામિલ ફિલ્મ થડામની હિન્દી રીમેકમાં ​દેખાશે

સિદ્ધાર્થ મલ્હોત્રા

તામિલ હિટ ફિલ્મ ‘થડામ’ની હિન્દી રીમેક માટે સિદ્ધાર્થ મલ્હોત્રાને પસંદ કરવામાં આવ્યો છે. ભૂષણકુમાર અને મુરાદ ખેતાની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને નવોદિત ડિરેક્ટર વર્ધાન કેતકર ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ ફરી ડબલ રોલમાં જોવા મળશે. તેણે ૨૦૧૭માં આવેલી ‘અ જેન્ટલમૅન’માં પહેલી વાર ડબલ રોલ ભજવ્યો હતો.

‘થડામ’ ફિલ્મનું એક દૃશ્ય.

તેની આગામી ફિલ્મ કૅપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક ‘શેરશાહ’માં પણ તે ડબલ રોલ ભજવી રહ્યો છે. ‘થડામ’ એક મર્ડર મિસ્ટરી છે. મર્ડરનો આરોપ જ્યારે એક વ્યક્તિ પર લાગે છે ત્યારે અચાનક તેના જેવી જ દેખાતી બીજી વ્યક્તિ મળી આવે છે અને ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ આવે છે.

આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી એનું નામ નક્કી કરવામાં નથી આવ્યું. આ વિશે સિદ્ધાર્થે ટ્વીટ કર્યું હતું કે ‘ડબલ ટ્રબલ. અલ્ટિમેટ એન્ટરટેઇનિંગ થ્રિલરમાં ભૂષણકુમાર, મુરાદ ખેતાની અને વર્ધાન કેતકર સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. વીસ નવેમ્બરે તમને થિયેટરમાં મળીશ.’

sidharth malhotra bhushan kumar bollywood news entertainment news