19 July, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી
૧૫ જુલાઈએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના ઘરે દીકરીનો જન્મ થયો હતો અને તેમણે આ વાતની સોશ્યલ મીડિયા પર જાહેરાત કરીને ફૅન્સને ખુશખબર આપી હતી. સિદ્ધાર્થ અને કિઆરાએ આ ખુશખબરની જાહેરાત કરતી પોસ્ટમાં લખ્યું છે, ‘અમારું દિલ ખુશીથી ભરાઈ ગયું છે અને અમારું વિશ્વ હંમેશ માટે બદલાઈ ગયું છે. બેબી-ગર્લનું સ્વાગત કરીને અમે ધન્ય થયાં છીએ.’
હવે સિદ્ધાર્થ અને કિઆરાએ ફોટોગ્રાફર્સને દીકરીની તસવીરો ક્લિક ન કરવાની વિનંતી કરી છે. તેમણે મીડિયાને મીઠાઈનાં બૉક્સ મોકલ્યાં અને એના પર હૃદયસ્પર્શી નોંધ લખીને તેમની દીકરીના ફોટો ન પાડવા માટે વિનંતી કરતો મેસેજ લખ્યો હતો, ‘અમારી બેબી-ગર્લ આવી ગઈ છે. આ ખાસ પળને ઊજવવા માટે થોડી મીઠાશ. કૃપા કરીને કોઈ ફોટો નહીં, ફક્ત આશીર્વાદ - કિઆરા અને સિદ્ધાર્થ.’