રક્ષાબંધને સુશાંતને યાદ કરીને ભાવુક થઈ શ્વેતા સિંહ કીર્તિ

23 August, 2021 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાઈ-બહેનના પાવન પર્વ એવા રક્ષાબંધન નિમિત્તે ભાઈની યાદ આવે એ સ્વાભાવિક છે. સુશાંત સાથે સંકળાયેલી બાબતોને શ્વેતા સતત શૅર કર્યા કરે છે. તેણે બન્નેના બાળપણનો ફોટો શૅર કર્યો છે.

રક્ષાબંધને સુશાંતને યાદ કરીને ભાવુક થઈ શ્વેતા સિંહ કીર્તિ

સુશાંત સિંહ રાજપૂતને રક્ષાબંધન નિમિત્તે તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ યાદ કર્યો છે. સુશાંતે ૨૦૨૦ની ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. તેના નિધનનું ચોક્કસ કારણ હજી સુધી નથી જાણી શકાયું. તેના ફૅન્સની પણ ઇચ્છા છે કે તેના નિધનનું ખરું કારણ જાણવા મળે. ભાઈ-બહેનના પાવન પર્વ એવા રક્ષાબંધન નિમિત્તે ભાઈની યાદ આવે એ સ્વાભાવિક છે. સુશાંત સાથે સંકળાયેલી બાબતોને શ્વેતા સતત શૅર કર્યા કરે છે. તેણે બન્નેના બાળપણનો ફોટો શૅર કર્યો છે. આ ફોટો જોઈને તેના ફૅન્સ પણ ભાવુક થયા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી હતી, ‘લવ યુ ભાઈ. આપણે હંમેશાં સાથે રહીશું.’

bollywood news bollywood bollywood gossips sushant singh rajput raksha bandhan