શ્રુતિ હાસન અને પ્રભુ દેવાની તામિલ ટૉક બની અન્ય માટે માથાનો દુખાવો

26 August, 2012 05:20 AM IST  | 

શ્રુતિ હાસન અને પ્રભુ દેવાની તામિલ ટૉક બની અન્ય માટે માથાનો દુખાવો

હાલમાં પ્રભુ પ્રોડ્યુસર કુમાર તૌરાણીની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે અને આ ફિલ્મમાં કુમાર તૌરાણીનો દીકરો ગિરીશ અને શ્રુતિ હાસન કામ કરી રહ્યાં છે. શ્રુતિ પણ સારું તામિલ બોલી શકતી હોવાને કારણે સેટ પર શ્રુતિ અને પ્રભુ દેવા તામિલમાં જ વાત કરે છે અને તેમની આ આદત યુનિટના બધા સભ્યો માટે માથાનો દુખાવો બની ગઈ છે, કારણ કે આ બન્ને સિવાય કોઈને તામિલ ન આવડતું હોવાને કારણે તેમની વચ્ચે શું વાત થઈ રહી છે એનો બિલકુલ ખ્યાલ જ નથી આવતો.

 

પ્રભુ દેવા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં શ્રુતિ કહે છે, ‘પ્રભુ દેવાએ જે કામ કર્યું છે એ માટે હું તેમનો આદર કરું છું. મને એ વાતની ખુશી છે કે દક્ષિણની ફિલ્મોમાં મારું કામ જોઈને તેમણે મને આ ફિલ્મ માટે સાઇન કરી છે.’