એક જ પ્રકારના રોલમાં પોતાને બાંધી નથી રાખવા માગતી શ્રિયા પિલગાંવકર

24 September, 2020 02:17 PM IST  |  Mumbai | Agencies

એક જ પ્રકારના રોલમાં પોતાને બાંધી નથી રાખવા માગતી શ્રિયા પિલગાંવકર

શ્રિયા પિલગાંવકર

શ્રિયા પિલગાંવકર એક જ પ્રકારના રોલમાં પોતાને બાંધી રાખવા નથી માગતી. તે અલગ-અલગ રોલ્સ કરવા પર ફોકસ કરવા માગે છે. વેબ-સિરીઝ ‘ક્રૅકડાઉન’માં તે ઍક્શન કરતી જોવા મળી રહી છે. આ વિશે શ્રીયાએ કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે હું હંમેશાં કંઈક નવું કરવા જ માગું છું. મારી જાતને બંધનમાં રાખ્યા વગર એક જોનરનું કામ ન કરતાં અલગ-અલગ વસ્તુઓ અજમાવતી રહું છું. હું પહેલી વખત ઍક્શન કરી રહી છું. એ પ્રકારની ફિલ્મો મને જોવી પણ ગમે છે. એથી આ શો કરવામાં પણ મને મજા આવી હતી.’
આ વેબ-સિરીઝને અપૂર્વ લાખિયાએ ડિરેક્ટ કરી છે. એ વિશે શ્રિયાએ કહ્યું હતું કે ‘આ અપૂર્વની વિશેષતા છે. મને તેમના પર અને તેમના વિઝન પર પૂરો વિશ્વાસ છે. મારો ઉદ્દેશ હંમેશાંથી પોતાને એક ઍક્ટર તરીકે સાબિત કરવાનો રહ્યો છે જેનામાં દરેક રોલ ભજવવાની ક્ષમતા હોય. મેં ઍક્શનની બેઝિક ટ્રેઇનિંગ લીધી હતી. મને હજી ઘણુંબધું શીખવું છે, પરંતુ મારી ઍક્શન સીક્વન્સને લઈને હું ખુશ છું.’

bollywood bollywood news shriya pilgaonkar bollywood gossips entertainment news