બૉલીવુડની પાર્ટીઓમાં કેમ નથી જતો શ્રેયસ તલપડે?

24 August, 2024 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કારણ છે કે ત્યાં તમને કદાચ બકવાસ કરવા માટે બોલાવવામાં આવે છે

શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે બૉલીવુડની હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં જતો નથી. એનું કારણ છે કે ત્યાં તમને કદાચ બકવાસ કરવા માટે બોલાવવામાં આવે છે. સાથે જ તેનું એમ પણ માનવું છે કે લોકો ત્યાં બનાવટી વાતો કરતા હોય છે. શ્રેયસ ‘ઇમર્જન્સી’માં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના રોલમાં દેખાવાનો છે. તે ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ જોવા મળશે. બૉલીવુડની પાર્ટીઓમાં હાજર ન રહેવા વિશે શ્રેયસ તલપડે કહે છે, ‘ઉધર જાકે ક્યા બાતેં કરેંગે? કભી કભી અચ્છા હોતા હૈ કિ ફેક બાતેં કરને સે અચ્છા બાતેં ના કરો. એથી મને તો ઘરે મારી ફૅમિલી સાથે સમય પસાર કરવો ગમે છે. એવું નથી કે પાર્ટી અટેન્ડ કરીશ તો મને કામ મળશે. આપકો શાયદ પાર્ટીઝ મેં બકવાસ કરને બુલાએંગે.’

shreyas talpade bollywood news bollywood gossips bollywood entertainment news