શ્રદ્ધાને ગોગીનો રોલ કરવો છે

28 October, 2014 05:32 AM IST  | 

શ્રદ્ધાને ગોગીનો રોલ કરવો છે

એવામાં શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરે પપ્પા સાથે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. એમાં પણ વળી મુદ્દાની વાત એ છે કે તેને ક્રાઇમ માસ્ટર ગોગોની દીકરી ગોગી બનવું છે, જેથી ફિલ્મનું નામ ‘ગોગો અને ગોગી’ એવું કંઈક રાખી શકાય. જોકે વાસ્તવમાં આવી કોઈ ફિલ્મ કે પાત્રને લઈને તેને કોઈ ઑફર નથી થઈ, પણ તેને વિશ્વાસ છે કે એવું જરૂરથી બનશે અને તે મોટા પડદા પર પોતાના પપ્પા સાથે સ્ક્રીન શૅર કરશે.