રક્ષાબંધનના દિવસે રિલીઝ થશે શ્રદ્ધા કપૂરની ઈથા

10 June, 2026 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ઈથા’ મહારાષ્ટ્રના પ્રખ્યાત તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરના જીવન પર આધારિત છે

‘ઈથા’ મહારાષ્ટ્રના પ્રખ્યાત તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરના જીવન પર આધારિત છે

શ્રદ્ધા કપૂરના ફૅન્સ ઍક્ટ્રેસની આગામી ફિલ્મ ‘ઈથા’ની રિલીઝની વિગતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે ફિલ્મના નિર્માતાઓએ એની રિલીઝ-ડેટની સત્તાવાર જાહેરાત કરી છે. ‘ઈથા’ ૨૮ ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અયુબ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં રણદીપ લીડ રોલ ભજવશે જ્યારે શ્રદ્ધા લોકકલાના દિગ્ગજ કલાકાર વિઠાબાઈનું પાત્ર નિભાવશે.

‘ઈથા’ મહારાષ્ટ્રના પ્રખ્યાત તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરના જીવન પર આધારિત છે. ફિલ્મની વાર્તા ૧૯૪૦ના દાયકાથી લઈને ૧૯૯૦ના દાયકા સુધી ફેલાયેલી હશે. એમાં તેમના સંઘર્ષ, લોકપ્રિયતા સુધીની સફર અને લોકકલાના ક્ષેત્રમાં આપેલા યોગદાનને દર્શાવવામાં આવશે.       

કોણ હતાં વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકર?

વિઠાબાઈનો જન્મ ૧૯૩૫ના જુલાઈમાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં થયો હતો. તેઓ એવા પરિવારમાંથી આવતાં હતાં જ્યાં પરંપરાગત લોકગીતોની સમૃદ્ધ પરંપરા હતી. તેમણે નાની ઉંમરમાં જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બાદમાં તમાશા તથા લાવણી નાટ્યજગતમાં અપ્રતિમ લોકપ્રિયતા મેળવી હતી. તેઓ મંચ પર તેમની જોરદાર હાજરી, ભાવસભર અવાજ અને ઊર્જાસભર પર્ફોર્મન્સ માટે જાણીતાં હતાં. ભારતીય લોકસંસ્કૃતિમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને વર્ષ ૧૯૫૭ અને ૧૯૯૦માં બે વખત રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

shraddha kapoor upcoming movie indian cinema bollywood buzz bollywood news bollywood gossips bollywood