Happy Birthday Shraddha Kapoor : ફ્લોપ ફિલ્મોથી શરૂ થયું હતું કરિઅર

03 March, 2020 01:01 PM IST  |  Mumbai

Happy Birthday Shraddha Kapoor : ફ્લોપ ફિલ્મોથી શરૂ થયું હતું કરિઅર

શ્રદ્ધા કપૂર

સામાન્ય રીતે ફિલ્મી બૅકગ્રાઉન્ડ વાળા અભિનેતાઓનું બોલીવુડમાં ગ્રાન્ડ લોન્ચ થતું હોય છે. પરંતુ શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર માટે બોલીવુડ લોન્ચ એટલું સરળ નોહતું. 2010 માં તેણે મેઘા સ્ટાર અમિતાભ બચ્ચન અને બૅન કિંગસ્લે સાથે 'તીન પત્તી'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. દિગગ્જ કલકરો હોવા છતાં ફિલ્મ ફ્લોપ થઈ હતી અને શ્રદ્ધાને જોઈએ તેવી નામના મળી નોહતી. પરંતુ શ્રદ્ધાના અભિનયના વખાણ થયા હતા અને કામના લીધે તેની ઓળખ થવા લાગી હતી. તેમજ આ ફિલ્મ માટે શ્રદ્ધાને ફિલ્મફેરમાં ડેબ્યુ એક્ટ્રેસ માટેનું નોમિનેશન પણ મળ્યું હતું.

2011 માં રીલીઝ થયેલી બીજી ફિલ્મ 'લવ કા ધી એન્ડ' પણ નિષ્ફળ ગઈ હતી અને શ્રદ્ધાને લોકોના દિલમાં છવાઈ જવા તેમજ બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે બહુ સમય લાગ્યો હતો. ત્યારબાદ 2013 માં આવેલી મહેશ ભટ્ટની મોહિત સુરીએ ડાઇરેક્ટ કરેલી 'આશિકી-2' એ શ્રદ્ધાનું જીવન બદલી નાખ્યું હતું. લોકો શ્રદ્ધાને શ્રદ્ધા તરીકે નહીં પણ 'આરોહી કેશવ શિકરે' તરીકે ઓળખવા લાગ્યા.

આશિકી-2 બાદ શ્રદ્ધાના કરિઅરે નવો વળાંક લીધો હતો અને એક પછી એક હિટ ફિલ્મો આપી હતી. 'એક વિલન', 'હૈદર', 'એબીસીડી-2' અને 'બાગી' જેવી હિટ ફિલ્મોમાં શ્રદ્ધાએ અભિનય કર્યો હતો. દરમ્યાન તેણે ગાયિકા બનવાના સપના પર પણ ભાર આપ્યો હતો અને કામ કરવાનું શરૂ કર્યું હતું. 'હૈદર', 'એબીસીડી-2', 'બાગી', 'રોક ઓન-2', 'હાફ ગર્લફ્રેન્ડ' જેવી અનેક ફિલ્મોમાં ગીતો પણ ગાયા હતા. ત્યારબાદ શ્રદ્ધા કપૂરની ફિલ્મો 'રોક ઓન-2', 'ઓકે જાનુ' અને 'હસીના પાર્કર' બોક્સ ઓફિસ પર ચાલી નોહતી અને તેનું કરિઅર ફરીથી ડગુમગુ થવા લાગ્યું હતું. પરંતુ 2018 માં આવેલી હૉરર કૉમેડી ફિલ્મ 'સ્ત્રી' દ્વારા શ્રદ્ધાએ ફરી બોલીવુડમાં કમબૅક કર્યું હતું.

2019 માં આવેલી 'છિછોરે' ફિલ્મમાં શ્રદ્ધાએ પ્રભાવશાળી પરફોર્મન્સ આપ્યું હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર 215.41 કરોડનું કલેક્શન કર્યું હતું.

શ્રદ્ધા કપૂરના કરિઅરની શરૂવાત ભલે ફ્લોપ ફિલ્મોથી થઈ પણ પછી તેણે પાછળ વળીને જોયું નથી. 6 માર્ચે તેની ફિલ્મ 'બાગી-3' રીલીઝ થશે. જેની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

happy birthday shraddha kapoor bollywood bollywood gossips