અભિષેક બેનર્જી સ્ટારર ‘સેક્સ, લાઇક્સ ઍન્ડ સ્ટોરીઝ’ થઈ રિલીઝ, મોબાઈલ પર થઈ છે શૂટ

25 May, 2023 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ 12 મિનિટ લાંબી સાયકોલોજિકલ થ્રીલર શોર્ટ ફિલ્મ તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે શું તમે વસ્તુઓ કે કોન્ટેન્ટનો ઉપયોગ કરો છો કે તમારો જ કોઈ ઉપયોગ કરી રહ્યું છે

તસવીર સૌજન્ય: પીઆર

અભિષેક બેનર્જી (Abhishek Banerjee)ની બહુ-અપેક્ષિત ફિલ્મ સેક્સ, લાઈક્સ અને સ્ટોરીઝ (Sex, Likes & Stories) શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. આ 12 મિનિટ લાંબી સાયકોલોજિકલ થ્રીલર શોર્ટ ફિલ્મ તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે શું તમે વસ્તુઓ કે કોન્ટેન્ટનો ઉપયોગ કરો છો કે તમારો જ કોઈ ઉપયોગ કરી રહ્યું છે.

ઑફબીટ વિષયો પર ફિલ્મ બનાવવા માટે જાણીતા કીથ ગોમ્સે (Keith Gomes) સેક્સ, લાઈક્સ અને સ્ટોરીઝ ડિરેક્ટ કરી છે. તેઓ ઓસ્કાર-પાત્ર શોર્ટ ફિલ્મ – ‘શેમલેસ’માં તેમના અગાઉના કામ માટે જાણીતા છે. સંપૂર્ણ રીતે આઇફોન પર શૂટ કરવામાં આવેલી આ ફિલ્મમાં અભિષેક બેનર્જી સાથે મોક્ષદા જેલખાની અને શ્રુતિ મેનનન કલાકારો મુખ્ય ભૂમિકામાં છે, જેઓ તેમના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. એક શોર્ટ ફિલ્મ આપી ત્રણેયએ એવી સામાજિક સમસ્યા વિશે વાત કરી છે, જે બહુ-ચર્ચિત નથી. તેમણે જટિલતાઓથી ભરેલા ઇન્ટરનેટનું કદરૂપું સત્યને લોકો સમક્ષ રજૂ કર્યું છે.

ફિલ્ટર્સ, એલ્ગોરિધમ્સ અને અસુરક્ષિત આ દુનિયાનું સુંદર ચિત્રણ તમને આ શોર્ટ ફિલ્મ તમને તમારી સીટ પર જકડી રાખશે. સેક્સ, લાઈક્સ અને સ્ટોરીઝની વાર્તા એક પ્રચલિત કહેવત ‘જો દિખતા હૈ વો બીકતા હૈ’ની આસપાસ ફરે છે. અન્ય લોકો દ્વારા વાહ-વાહ મેળવવાના સતત પ્રયાસમાં વ્યક્તિ પોતાનું સત્ય ભૂલી જાય છે. નિર્માતાઓએ સૂક્ષ્મ રીતે આ ટ્રેપને વિઝ્યુઅલાઈઝ કર્યું છે અને વિચારપૂર્વક તેનું અમલીકરણ કર્યું છે.

કીથ ગોમ્સ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત સેક્સ, લાઇફ એન્ડ સ્ટોરીઝમાં અભિષેક બેનર્જી, મોક્ષદા જેલખાની અને શ્રુતિ મેનન છે. આ ફિલ્મનું નિર્માણ એમી નૉમિનેટેડ ગિરીશ ‘બોબી’ તલવાર (OMLના સહ-સ્થાપક અને રિબેલિયન મેનેજમેન્ટના સ્થાપક), ઓસ્કાર એકેડમીના સભ્ય સંદીપ કમલ, કીથ ગોમ્સ અને સુરેશ જગાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ‘પહેલીવાર એવું લાગે છે કે...’ પિતાના અવસાન બાદ આયુષ્માને કરી પહેલી પોસ્ટ

ક્રિએટિવ ડિરેક્ટર હુઝેફા લોખંડવાલા (પ્રાઈમ ફોકસના સહ-સ્થાપક), સાઉન્ડ ડિઝાઇનર ઓસ્કાર વિજેતા રેસુલ પુકુટ્ટી અને જગદીશ નાચકેકર, બોલીવૂડ સંગીતકાર ક્લિન્ટન સેરેજો, યશ કપૂર, ઝૈન બોક્સવાલા, SFX અને પ્રોડક્શન ડિઝાઇન સુરેશ સેલ્વરાજન છે. તો બેકગ્રાઉન્ડ સ્કોર ગાર્ગી મુખર્જીનો છે. આ ફિલ્મ આજે રોજ ડિરેક્ટર કીથ ગોમ્સની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ છે.

entertainment news bollywood news