01 September, 2023 04:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘અકેલી’
નુસરત ભરૂચાની આગામી ફિલ્મ ‘અકેલી’ને મળતી ધમકીઓને કારણે ટર્કીને બદલે ઉઝબેકિસ્તાનમાં એનું શૂટિંગ કરવામાં આવ્યુ હતું. આ ફિલ્મને પ્રણય મેશરામે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં બહાદુરી અને આઝાદીને દેખાડવામાં આવશે. ફિલ્મની સ્ટોરી ફ્રીડમ માટે પ્રયાસ કરતી મહિલાના સંઘર્ષ પર પ્રકાશ પાડશે. ફિલ્મનું શૂટિંગ જ્યારે ટર્કીમાં શરૂ થવાનું હતું ત્યારે ટીમને ખૂબ તકલીફ વેઠવી પડી હતી. ખરી મુશ્કેલી તો ત્યારે શરૂ થઈ જ્યારે ટીમને અને નુસરતને ધમકીઓ મળવા માંડી હતી. એ વખતે ટર્કીમાં શૂટિંગની તૈયારીઓ ચાલી રહી હતી. ટીમે લોકેશનની રેકી કરી હતી અને શૂટિંગ શરૂ કરવાના હતા. જોકે મળતી ધમકીઓને ધ્યાનમાં રાખતા શૂટિંગના ૧૪ દિવસ અગાઉ ઉઝબેકિસ્તાનમાં શિફ્ટ કરવું પડ્યું હતું. સલામતીને જોતા અને આતંકવાદી સંગઠન જેવા મુદ્દાને કારણે શૂટિંગ ઉઝબેકિસ્તાનમાં કરવું પડ્યું હતું.