બેલ બૉટમનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થશે

07 July, 2020 07:39 PM IST  |  Mumbai Desk | Agencies

બેલ બૉટમનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ થશે

બેલ બૉટમ

અક્ષયકુમાર અને વાણી કપૂરની ‘બેલ બૉટમ’નું શૂટિંગ લંડનમાં ઑગસ્ટમાં શરૂ થવાનું છે. ડિરેક્ટર રંજિત એમ. તિવારીની આ ફિલ્મ 1980ના વિસરાયેલા હીરોઝ પર આધારિત છે. આ ફિલ્મમાં હુમા કુરેશી અને લારા દત્તા પણ જોવા મળવાની છે. વાશુ ભગનાણી, જૅકી ભગનાણી અને નિખિલ અડવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવનાર આ ફિલ્મ 2021ની બીજી એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. સ્ટાર કાસ્ટ્સ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘અમે જે કામ ખૂબ સારી રીતે કરવા માગીએ છીએ એને લઈને ખૂબ ઉત્સાહિત છીએ. ફરીથી કામ શરૂ કરવાનો સમય આવી ગયો છે. આવતા મહિને ‘બેલ બૉટમ’નું શૂટિંગ શરૂ કરવાના છીએ.’

bollywood bollywood gossips bollywood news