21 March, 2026 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શિરોડકર
શિલ્પા શિરોડકરે ‘બિગ બૉસ 18’માં શાનદાર રમત બતાવીને ફરી ચર્ચામાં સ્થાન મેળવ્યું હતું. ત્યાર બાદ તેણે સોનાક્ષી સિન્હા અને સુધીર બાબુ સાથે ફિલ્મ ‘જટાધારા’માં કામ કર્યું. હવે તેણે પોતાની આવનારી ફિલ્મો અને વેબ-સિરીઝને લઈને ખુલાસો કર્યો છે અને સાથે જ વધુ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
શિલ્પાએ કહ્યું હતું કે ‘હાલમાં હું એક વેબ-સિરીઝ અને એક ફિલ્મ પર કામ કરી રહી છું જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ વર્ષના અંત સુધી હું વ્યસ્ત છું, છતાં વધારે પ્રોજેક્ટ મેળવવા ઇચ્છું છું. મને કામ જોઈએ, કોઈ સારો પ્રોજેક્ટ હોય તો સામેથી કામ માગવામાં મને કોઈ શરમ નથી લાગતી અને વાંધો પણ નથી.’