સફળ હિરોઇન બનનાર શિલ્પા શેટ્ટીનું સપનું હતું વૉલીબૉલ કોચ બનવાનું

09 June, 2026 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ૫૧મી વર્ષગાંઠ ઉજવનારી શિલ્પા શેટ્ટીએ પોતાની બાળપણની ઇચ્છા વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે ‘હું નાની હતી એ સમયે મારા જીવનનો મુખ્ય હેતુ વૉલીબૉલ કોચ બનવાનો હતો અને મને લાગતું હતું કે મારું જીવનનું લક્ષ્ય સંપૂર્ણ રીતે નક્કી થઈ ગયું છે.

શિલ્પા શેટ્ટી

ગઈ કાલે ૫૧મી વર્ષગાંઠ ઉજવનારી શિલ્પા શેટ્ટીએ પોતાની બાળપણની ઇચ્છા વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે ‘હું નાની હતી એ સમયે મારા જીવનનો મુખ્ય હેતુ વૉલીબૉલ કોચ બનવાનો હતો અને મને લાગતું હતું કે મારું જીવનનું લક્ષ્ય સંપૂર્ણ રીતે નક્કી થઈ ગયું છે. વૉલીબૉલ પ્રત્યેના વધારે રસને કારણે મારા અભ્યાસ પર અસર પડી હતી. ટેન્થની એક્ઝામ પહેલાં મારું પ્રિલિમ્સનું રિઝલ્ટ ખૂબ નબળું આવ્યું હતું અને મને માત્ર ૪૮ ટકા માર્કસ મળ્યા હતા. હું એક વૉલીબૉલ ખેલાડી હતી. મને એક્સ્ટ્રા ઍક્ટિવિટીઝમાં ભાગ લેવાનું ખૂબ ગમતું હતું. હું વૉલીબૉલ ખેલાડી તરીકે બૉમ્બે ઝોન માટે પસંદ પણ થઈ હતી, પણ જ્યારે મારી મમ્મીએ મારું પરિણામ જોયું ત્યારે તે બહુ અપસેટ થઈ ગઈ હતી. આ પછી ૧૬ વર્ષની ઉંમરે મૉડલિંગ શરૂ કરી દીધું હતું. હું અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે ‘બાઝીગર’નું શૂટિંગ કરી રહી હતી.’

shilpa shetty bollywood buzz bollywood news bollywood entertainment news