07 October, 2025 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી બહેન શમિતા શેટ્ટી સાથે શિર્ડીના સાંઈબાબાનાં દર્શને
હાલમાં શિલ્પા શેટ્ટીએ બહેન શમિતા શેટ્ટી સાથે શિર્ડીના સાંઈબાબાનાં દર્શન કર્યાં હતાં. તેણે પોતાની આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીર સાથે તેણે ભક્તિભાવભરી નોંધ લખી છે કે ‘તેનો સમય હંમેશાં સાચો હોય છે. તેના પર વિશ્વાસ કરો, તેનો ભરોસો કરો અને તેને મંજૂરી આપો. ઓમ સાંઈરામ... તમારાં ચરણોમાં.’
વડાપાંઉ પ્રેમી શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી પચાસ વર્ષની વયે પોતાની ફિટનેસ જાળવવા માટે જાણીતી છે. શિલ્પા પોતાના ડાયટ માટે બહુ સજાગ હોવા છતાં વડાપાંઉને જોઈને તે પોતાની જાત પર કન્ટ્રોલ નથી કરી શકતી, કારણ કે તેને વડાપાંઉ બહુ પ્રિય છે. હાલમાં શિલ્પાએ પોતાના સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં હાથમાં એકસાથે બે વડાપાંઉ લઈને એની મજા માણી રહી છે.