14 March, 2026 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ હાલમાં પોતાના સોશ્યલ મીડિયામાં ડ્યુઅલ ટોન ધરાવતી સુંદર સાડીમાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે. ડિઝાઇનર પુનીત બાલાનાએ ડિઝાઇન કરેલી સુર્ખ લાલ અને ડ્રાય હીના ગ્રીન રંગની સાડીને ખાસ રાજસ્થાની સ્ટાઇલની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ સાડીને લાઇટ-વેઇટ ફૅબ્રિકમાં બનાવવામાં આવી છે જેથી એ કમ્ફર્ટેબલ ફીલ આપે. મળતી માહિતી પ્રમાણે શિલ્પાની આ સાડીની કિંમત ૭૭,૫૦૦ રૂપિયા જેટલી છે.