બે મહિનાની થઈ શિલ્પાની દીકરી સમીષા, જાણો કેમ લકી છે એના માટે 15 નંબર

15 April, 2020 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બે મહિનાની થઈ શિલ્પાની દીકરી સમીષા, જાણો કેમ લકી છે એના માટે 15 નંબર

શિલ્પા શેટ્ટી દીકરી સમીષા સાથે

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટીની દીકરી સમીષા આજે એટલે 15 એપ્રિલે બે મહિનાની થઈ ગઈ છે. શિલ્પાએ એક વીડિયો શેર કરી આ વાતની જાણકારી આપી છે. સાથેજ શિલ્પાએ 15 નંબરનું ગણિત પણ સમજાવ્યું છે કે એના માટે 15 નંબર કેમ લકી છે.

 

 

વીડિયોમાં શિલ્પાએ સમીષાને ખોળામાં રાખી છે. એક્ટ્રેસ જણાવ્યું '15 નંબર મારા માટે ઘણો લકી નંબર સાબિત થયો છે કારણકે 15 ફેબ્રુઆરીએ મારી દીકરી સમીષાનો જન્મ થયો છે. 15 એપ્રિલે જ તે બે મહિનાની થઈ ગઈ છે. એ સિવાય 15 એપ્રિલે ટિક-ટૉક પર મારા 15 મિલિયન ફૉલોઅર પર થઈ ગયા છે. આપ સૌને ધન્યવાદ. શિલ્પાએ આ વીડિયોમાં સમીષાનો ચહેરો દેખાડ્યો નથી.

તમને જણાવી દઈએ કે 15 ફેબ્રુારી 2020એ શિલ્પા અને રાજ કુન્દ્રાની દીકરીનો જન્મ થયો હતો અને 21 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા શિલ્પાએ દીકરીના જન્મના સમાચાર ફૅન્સને આપ્યા હતા. શિલ્પાએ દીકરીની એક તસવીર શૅર કરી બધાને સારા સમાચાર આપ્યા હતા, જોકે આ તસવીરમાં સમીષાનો ચહેરો નજર નથી આવી રહ્યો. એના એક મહિના બાદ એક્ટ્રેસે સમીષાની એક બીજા તસવીર શૅર કરી હતી, પણ એ તસવીરમાં પણ એનો ચહેરો નજર નથી દેખાતો. તે તસવીરમાં શિલ્પા, રાજ, વિઆન અને સમીષાના ફક્ત હાથ જ દેખાઈ રહ્યા છે. એક્ટ્રેસે આજે જે વીડિયો શૅર કર્યો એમાં પણ સમીષાનો ચહેરો નજર નથી આવી રહ્યો.

shilpa shetty bollywood news entertainment news