10 November, 2021 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પતિ સાથે હિમાચલના મંદિરની મુલાકાતે શિલ્પા શેટ્ટી કુન્દ્રા
શિલ્પા શેટ્ટી કુન્દ્રા હાલમાં જ હિમાચલ પ્રદેશમાં તેના પતિ રાજ કુન્દ્રા સાથે જોવા મળી છે. રાજ કુન્દ્રાને પૉર્નોગ્રાફી કેસમાં જુલાઈમાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. ઘણો સમય જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તેને જામીન મળ્યા હતા. તેઓ હાલમાં વેકેશન માટે હિમાચલ પ્રદેશમાં ગયા છે. ત્યાં તેઓ મંદિરની મુલાકાત દરમ્યાન જાહેરમાં જોવા મળ્યાં હતાં. તેમના ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. જોકે રાજ કુન્દ્રાએ હાલમાં જ તેનાં તમામ સોશ્યલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી દીધાં છે.