શિલ્પા શેટ્ટી બની ફરી મમ્મી, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા સમાચાર

21 February, 2020 12:17 PM IST  |  | Mumbai Desk

શિલ્પા શેટ્ટી બની ફરી મમ્મી, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા સમાચાર

શિલ્પા શેટ્ટી કુંદરા અને રાજ કુંદરાએ કુટુંબમાં આવકારી દીકરીને

શિલ્પા શેટ્ટી કુંદરા અને રાજ કુંદરા બન્યા છે મમ્મી-પપ્પા. નાનકડી દીકરીને તેમણે તેમના કુટુંબમાં આવકારી છે. ના ના તમારે ચિંતા કરવાની જરૂર નથી,શિલ્પા શેટ્ટીની કમર હજી પાતળી છે કારણકે આ બાળક આ યુગલે સરોગસી દ્વારા મેળવ્યું છે. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી હતી જેમાં નાનકડી બાળકીનો નાજુક હાથ માંના હાથ પકડેલો હોય તેવી તસવીર પણ શેર કરાઇ હતી. 

શિલ્પા શેટ્ટીએ દીકરીનું નામ સમીશા પાડ્યું છે. 15 ફેબ્રુઆરીએ જન્મેલી શમીશાને ઘરમાં આવકારતા શિલ્પાએ તેના નામનો અર્થ પણ સમજાવ્યો હતો. સંસ્કૃતમાં સ એટલે હોવું અને મિશા શબ્દનો અર્થ રશિયનમાં કોઇ ઇશ્વર સમું એમ થાય છે. જુનિયર SSK એટલે કે સમિશા શેટ્ટી કુંદરા લક્ષ્મીનો અવાતર છે અને તેના કુટુંબને પુર્ણ  કરે છે તેવું પણ શિલ્પાએ લખ્યું હતું.

 શિલ્પા શેટ્ટીએ ડિવોર્સી બિઝનેસમેન રાજ કુંદરા સાથે લગ્ન કર્યા પછી 2012માં તેનો દીકરો વિવાન જનમ્યો હતો. બૉલીવુડમાં નિકમ્મા ફિલ્મ સાથે કમબેક કરી રહેલી શિલ્પા શેટ્ટી કુંદરા માટે 2020નું વર્ષ સારી શરૂઆતનું વર્ષ છે તેમ લાગે છે. રાજ કુંદરાએ પણ દીકરીનાં આગમનનાં વધામણા આ રીતે શેર કર્યા હતા. 

 

shilpa shetty raj kundra bollywood news bollywood