સચિન જોશીના 'ગોલ્ડ સ્કેમ'ના દગાખોરીના આરોપ પર રાજ કુન્દ્રાનું રિએક્શન

06 March, 2020 12:55 PM IST  |  Mumbai Desk

સચિન જોશીના 'ગોલ્ડ સ્કેમ'ના દગાખોરીના આરોપ પર રાજ કુન્દ્રાનું રિએક્શન

શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા

કેટલાક સમય પહેલા NRI (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન) સચિન જે. જોશીએ શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે કે આ બન્નેએ તેની સાથે ગોલ્ડની છેતરપિંડી કરી છે. શિલ્પા અને રાજ કુન્દ્રા સત્યુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનાં ડિરેક્ટર્સ હતાં. સચિન હાલમાં મુંબઈમાં છે. ઘટનાની વિગત આપતાં સચિને જણાવ્યું હતું કે સત્યુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડે એક સ્કીમ શરૂ કરી હતી. પાંચ વર્ષના આ પ્લાન અંતગર્ત કંપનીએ ગ્રાહકોને ડિસ્કાઉન્ટમાં સત્યુગ ગોલ્ડ કાર્ડ આપ્યું હતું અને બાંહેધરી આપી હતી કે પાંચ વર્ષ બાદ એ વખતના સોનાના ભાવ પ્રમાણે ચોક્કસ માત્રામાં સોનું આપવામાં આવશે. આ ઑફર હેઠળ સચિને ૨૦૧૪માં એક કિલો સોનું ૧૮.૫૮ લાખમાં ખરીદ્યું હતું. એ જોતાં ૨૦૧૯ના માર્ચમાં એ યોજના મુજબ જ્યારે સચિને ગયા વર્ષે કંપનીની બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી ઑફિસની મુલાકાત લીધી તો ત્યાં કોઈ કર્મચારી કે રેપ્રિઝેન્ટેટિવ દેખાયો નહીં અને ઑફિસ પણ બંધ થઈ ગઈ હતી. તપાસ કરતાં જાણ થઈ હતી કે આ ઑફિસ તો ઘણા સમય પહેલાં જ બંધ થઈ ગઈ છે અને વેબસાઇટ પર એનું ઍડ્રેસ અંધેરી (વેસ્ટ)ના મૌર્યા પાર્કનું દેખાડે છે. સચિને આ નવી ઑફિસે જઈને તપાસ કરી તો આ ઑફિસ પણ બંધ થઈ ગઈ છે એટલું જ નહીં, ઑફિસના હેલ્પ ડેસ્ક અને કસ્ટમર કૅર નંબર પર પણ કોઈ રિસ્પૉન્સ નથી મળી રહ્યો. ૨૦૧૯ની નવેમ્બરે જોશીનો એક રેપ્રિઝેન્ટેટિવ કંપનીના અધિકારીને મળ્યો હતો. તેણે પણ જણાવ્યું હતું કે ક્લેમ મળવો શક્ય નથી. ચોંકાવનારી બાબત તો એ છે કે ૨૦૧૬ના મે અને ૨૦૧૭ની નવેમ્બરમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રાએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. કંપનીને ફ્રૉડ જણાવતાં સચિને કહ્યું હતું કે ‘તમામ પાસાંઓને જોતાં લાગી રહ્યું છે કે સત્યુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ ઠગ છે જે સેલેબ્સ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના નામનો ઉપયોગ કરીને સત્યુગ ગોલ્ડ સ્કીમ હેઠળ લોકોને છેતરે છે. સોના પર કરેલા મારા રોકાણને કારણે મારે ૧૮.૫૮ લાખનું નુકસાન થયું છે.’

રાજ કુન્દ્રાએ કહ્યું કે, "ફક્ત એક ખોટી સ્ટોરીને સાચી સાબિત કરવા માટે તથ્યોને છુપાવીને મીડિયાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ સત્યુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડમાં એક નિવેશ બાદ નુકસાન માટે એનઆરઆઇ (ગુટખા બેરનના દીકરા સચિન જોશી) દ્વારા નોંધાવવામાં આવેલી એક ફરિયાદ વિશે છપાયેલા સમાચારના સંદર્ભે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે શિલ્પાને અને મને કોઇપણ પ્રકારની ફરિયાદ નથી મળી જેવો દાવો કરવામાં આવ્યો છે. વેબસાઇટ પર બધી જ માહિતી છે, જે પોતાના પ્રશ્નોનો જવાબ ઇચ્છે છે."

રાજ કુન્દ્રાએ આગળ કહ્યું કે, "હું મીડિયાને રિક્વેસ્ટ કરીશ કે સમાચાર આપતા પહેલા હકીકતની તપાસ કરે અને દર્શકો અને પાઠકોને ગેરમાર્ગે દોરવામાં સહાયક ન બનવું. તેણે પોતાની બાકીની રકમ ચૂકવી નથી. વ્યવસાયમાં વાત કરવા માટે યોગ્ય માધ્યમો ઉપલબ્ધ છે અને વિશ્વ આખું અમારી સાથે કામ કરે છે. આવું કેમ બન્યું કે અમારા સુધી પહોંચતાં પહેલા ફક્ત એક જ વ્યક્તિને મીડિયા સુધી પહોંચવાની જરૂર જણાઇ? હકીકતે આ ખૂબ જ ખરાબ છે. તેને મોકલવામાં આવેલા લેટરની એક કોપી સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ આપવામાં આવી છે, જેમાં તેણે ફરિયાદ નોંધાવી છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેણે પોતાની બાકીની રકમનું પેમેન્ટ નથી કર્યું અને તે ખોટું બોલી રહ્યો છે. તે અથોરિટીને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે અને અમારી સાથે એકપણ વાર સંપર્ક કર્યો નથી."

shilpa shetty raj kundra sachiin joshi bollywood bollywood news bollywood gossips