ત્રીજી વેડિંગ ઍનિવર્સરીના સેલિબ્રેશન માટે રાજ-શિલ્પા ઊપડ્યાં છે બૅન્ગકૉક

22 November, 2012 05:34 AM IST  | 

ત્રીજી વેડિંગ ઍનિવર્સરીના સેલિબ્રેશન માટે રાજ-શિલ્પા ઊપડ્યાં છે બૅન્ગકૉક

તેમનું આયોજન આજે બૅન્ગકૉકની તેમની ફેવરિટ રેસ્ટોરાંમાં શાંત અને રોમૅન્ટિક વાતાવરણમાં ડિનર લેવાનું છે. શિલ્પાના દીકરાનો આ પહેલો વિદેશ પ્રવાસ હોવાના કારણે તે આના માટે બહુ જ ઉત્સાહિત છે. પોતાની ત્રીજી વેડિંગ ઍનિવર્સરીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં શિલ્પા કહે છે કે ‘વિઆનનો આ પહેલો વિદેશ પ્રવાસ હોવાના કારણે મારે તેના માટે લગભગ આખું ઘર સૂટકેસમાં પૅક કરીને લઈ જવું પડ્યું છે. મને તો એમ લાગતું જ નથી કે આ મારી ત્રીજી વેડિંગ ઍનિવર્સરી છે, કારણ કે રાજ મને હજી પણ અમે નવાં-નવાં પ્રેમમાં પડ્યાં હોય એ રીતે ચાહે છે; પણ વિઆનની હાજરી અહેસાસ કરાવે છે કે હવે અમારાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે.’