ઇન્ડસ્ટ્રીવાળા પાર્ટીમાં બોલાવીને ટ્રે પર ઑફર કરતાં ડ્રગ્સ:શર્લિન ચોપડા

12 September, 2020 10:02 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઇન્ડસ્ટ્રીવાળા પાર્ટીમાં બોલાવીને ટ્રે પર ઑફર કરતાં ડ્રગ્સ:શર્લિન ચોપડા

શર્લિન ચોપડા (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા પછી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે એનસીબીની ટીમે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. તો તેના પછી મીડિયા રિપોર્ટ્સમાં એવા પણ સમાચાર છે કે પૂછપરછ દરમિયાન રિયાએ બોલીવુડની ઘણી મોટી હસ્તીઓના નામ લીધાં છે. કેટલાકના નામ તો સામે આવવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે. તો આ બધાં વચ્ચે જાણીતી અભિનેત્રી શર્લિન ચોપડાએ બોલીવુડ પાર્ટીઝમાં ડ્રગના ઉપયોગને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

હકીકતે, શર્લિન ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તે યોગાના પૉઝમાં બેઠી છે. વીડિયોમાં શર્લિન પોતાની ફિટનેસનું રહસ્ય જણાવે છે કે તે યોગા, ન્યૂટ્રિશન અને અનુશાસન દ્વારા પોતાને ફિટ રાખે છે. તો આ વીડિયો સાથે જ તેણે કૅપ્શનમાં એવો ખુલાસો કર્યો છે જેને કારણે તે ચર્ચામાં છે. અહીં જુઓ શર્લિનનો વીડિયો

આ વીડિયોના કૅપ્શનમાં શર્લિને લખ્યું, "હું ચેઇન સ્મોકર હતી. ઑક્ટોબર 2017માં, મેં ચેઇન સ્મોકિંગ છોડી દીધું. હું સોશિયલ ડ્રિંકર હતી." આગળ તેણે લખ્યું છે કે 'ડ્રગ્સ પ્રત્યે મેં હંમેશાં અંતર જાળવ્યું છે. ઇન્ડસ્ટ્રીવાળા પાર્ટીમાં બોલાવીને ટ્રે પર ડ્રગ્સ ઑફર કરે છે... મગર લેને કા નહીં.' આ કૅપ્શન દ્વારા શર્લિને બોલીવુડ પાર્ટિઝમાં ડ્રગ્સના ઉપયોગ પર કોમેન્ટ કરતાં એ પણ જણાવ્યું છે કે આ પાર્ટીઝમાં આ કેટલી સામાન્ય વાત છે.

જણાવવાનું કે આ પહેલા શર્લિન ચોપડા કાસ્ટિંગ કાઉચ વિશે પણ ખુલાસો કરીને ચર્ચામાં છવાઇ હતી. તેણે જણાવ્યું કે તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચૂકી છે. શર્લિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "જ્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે મને ઘણાં ફિલ્મમેકર્સ રાતે ડિનર પર બોલાવતાં હતા, પણ મને એ સમજાતું નહોતું હું અનુભવી નહોતી."

sherlyn chopra bollywood bollywood news bollywood gossips sushant singh rajput