શેખર સુમને બોલીવુડની શક્તિશાળી ટોળકી વિશે કહી આ મોટી વાત

26 June, 2020 05:20 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

શેખર સુમને બોલીવુડની શક્તિશાળી ટોળકી વિશે કહી આ મોટી વાત

શેખર સુમન

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ અભિનેતા શેખર સુમને બોલીવુડના એવા લોકોના ગ્રુપ વિશે વાત કરી છે જે અભિનેતાઓનો બહિષ્કાર કરે છે. તેમના મગજ સાથે રમે છે અને તેમને માનસિક રીતે તોડી પાડે છે. તેમણે શૅર કર્યું છે કે તે સમજી શકે છે, કારણકે તેમના દીકરા અધ્યયન સુમને પણ કંઇક આવો જ સામનો કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બા બોલીવુડમાં પણ સગાવાદ અને ગુંડાગર્દીને લઈને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. કેટલાય બોલીવુડ દિગ્ગજોને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે અને શેખર સુમને પણ આના પર પ્રતિક્રિા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે તેમનું મને તેમને કહે છે કે જે દેખાય છે, હકીકત કરતાં જૂદું જ હોય છે. શેખર સુમને #JusticeforSushantforum નામનું એક મંચ પણ બનાવ્યું છે. અહીં તે લોકોને આગ્રહ કરી રહ્યા છે કે તે સુશાંતના મૃત્યુની સીબીઆઈ તપાસ શરૂ કરવા માટે સરકાર પર દબાણ મૂકે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં શેખર સુમને બોલીવુડમાં એવા લોકોના સમૂહની વિરુદ્ધ વાત કરી, જે પ્રતિભાશાળી અભિનેતાઓનો બહિષ્કાર કરે છે, તેમને માનસિક રીતે તોડે છે. તેમણે શૅર કર્યું કે, તે આ સમજી શકે છે, કારણકે તેમના દીકરા અધ્યયન સુમનને પણ કંઇક આ જ પ્રકારનો સામનો કરવો પડ્યો છે.

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં શેખર સુમને ખુલાસો કર્યો કે તે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને સમજી શકે છે કારણ કે તેમના દિકરા અધ્યયવ સુમનના જીવનમાં પણ એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો હતો અને સુશાંતની જેમ તે પણ ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. તેણે કહ્યું કે, "આજે સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી, પણ હું તેના નિધન બાદ આવી બાબતો સમજી શકું છું, કારણકે મારા દીકરા અધ્યયન સાથે પણ થયું છે અને જે પણ થઈ રહ્યું છે. જે રીતે સુશાંતને પહેલા માનસિક રીતે નબળો પાડવામાં આવ્યો અને પછી તેની ફિલ્મો છીનવી લેવામાં આવી, જેની માટે તેને સાઇન કરવામાં આવ્યો હતો... બરાબર આવું જ અધ્યયન સાથે થયું હતું." શેખર સુમને આગળ જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ સમૂહ છે જે સામાજિક અને વ્યાવસાયિક રૂપે અભિનેતાઓનો બહિષ્કાર કરે છે અને જે કોઇની પણ સાથે આવું કરે છે.

તેમણે કહ્યું કે આ ભયાનક પ્રક્રિયા છે, જે એક યુવાન પ્રતિભા ધરાવનાર આત્મવિશ્વાસથી ભરપૂર છે, તે એક હીન ભાવનાથી એ રીતે ભરાઇ જાય છે કે તે અંદરથી સાવ પોકળ, ખાલીખમ અને નબળું અનુભવે છે. અને અંતે તૂટી જાય છે. શેખર સુમને આ પ્રક્રિયાને મૃત્યુ કરતાં પણ ખરાબ કહી છે. તેમણે એ પણ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શક્તિશાળી લોકોની એક ગેન્ગ છે. શેખર સુમને આગળ એ પણ કહ્યું કે માફિયા સમૂહે તેમને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું કામ છીનવી લેવામાં આવ્યું અને આથી તેમના દીકરા પર પણ અસર પડી પણ તે લડતા રહ્યા.

shekhar suman bollywood bollywood news bollywood gossips sushant singh rajput