મિસ્ટર ઇન્ડિયાની રીમેકને કોર્ટમાં પડકારશે શેખર કપૂર

24 February, 2020 12:43 PM IST  |  Mumbai

મિસ્ટર ઇન્ડિયાની રીમેકને કોર્ટમાં પડકારશે શેખર કપૂર

શેખર કપૂર

શેખર કપૂરે જણાવ્યું છે કે ‘મિસ્ટર ઇન્ડિયા’ની રીમેક બનાવવા માટે તેમની પાસેથી કોઈ ક્રીએટિવ રાઇટ્સ લેવામાં નથી આવ્યા નથી. આ કારણસર આ ફિલ્મને તેઓ કાયદાકીય પ્રક્રિયાથી ફાઇટ આપશે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મની રીમેક બનાવવાની વાત સોશ્યલ મીડિયામાં કરી હતી. ૧૯૮૭માં આવેલી શેખર કપૂરની ‘મિસ્ટર ઇન્ડિયા’માં અનિલ કપૂર અને શ્રીદેવી લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. બીજી તરફ લીગલ ઍક્શન લેવાની સલાહ આપતાં ટ્‍‍વિટર પર કુણાલ કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘જાવેદ અખ્તરને પણ ગીતકાર અને લેખકોના અધિકાર માટે લાંબી લડત ચલાવ્યા બાદ જીત મળી હતી. આ વખતે આપણે પણ એ જ કરીશું?’

કુણાલ કોહલીને જવાબ આપતાં શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘હા આ વખતે તો કાયદાની મદદ લેવી જ પડશે. એ માર્ગ અપનાવવો પડશે.’

આ સાથે જ ‘મિસ્ટર ઇન્ડિયા’માં મોગેમ્બોનું પાત્ર ભજવનારા અમરીશ પૂરીનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘શું કહ્યું? ‘મિસ્ટર ઇન્ડિયા 2?’ આ દુનિયામાં હજી કોઈ મોગેમ્બો છે?’

ફિલ્મ બનાવતી વખતે કેટલી મહેનત કરવામાં આવે છે એ વિશે ટ્‍‍વિટર પર શૅર કરીને શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘પહેલા દિવસથી જ અમે લેખકો સાથે બેસીને ચર્ચા કરીએ છીએ, પરંતુ અમે લેખક નથી. ઍક્ટર્સને તેમના પર્ફોર્મન્સમાં મદદ કરીએ છીએ, પરંતુ અમે ઍક્ટર્સ નથી. ફિલ્મને સારી રીતે રજૂ કરવા માટે મહેનત કરીએ છીએ. કલાકો સુધી અમે એડિટિંગ-ટેબલ પર બેસીએ છીએ. ફિલ્મના દરેક પાસાને સચોટ બનાવવા માટે ડિરેક્ટર્સ અગત્યની ભૂમિકા ભજવે છે. આમ છતાં ક્રીએટિવ રાઇટ્સ લેવામાં નથી આવતા?’

shekhar kapur mr india ali abbas zafar bollywood news