મશહૂર ફિલ્મ એકટર શશિ કપૂર હોસ્પિટલમાં

22 September, 2014 06:52 AM IST  | 

મશહૂર ફિલ્મ એકટર શશિ કપૂર હોસ્પિટલમાં

મુંબઈ,તા,22 સપ્ટેમ્બર


તેમનો ઈલાજ કરી રહેલા ડોકટરનું કહેવુ છે કે તેઓ અત્યારે આઈસીયુમાં છે. થોડા વર્ષે પહેલા તેમની બાયપાસ સર્જરી પણ થઈ ચુકી છે.76 વર્ષિય શશિ કપૂરને કફ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ રવિવારે સાંજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક ડોકટર રામ નારાયણે કહ્યુ હતુ કે તેમને છાતીમાં સંક્રમણ છે.તેઓ હાલ આઈસીયુમાં છે,પરંતુ તેમની તબીયત સ્થિર છે.અમે તેમને હાલ એન્ટિબાયોટિક્સ દવાઓ આપી રહ્યાં છીએ.

શશિ કપૂરે 160થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેમને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં પણ આવી ચુક્યાં છે.વર્ષ 2010માં તેમને ફિલ્મફેરનો લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.તેમણે દીવાર,સુહાગ,ત્રિશુલ,નમક હલાલ,કભી-કભા,દો ઓર દો પાંચ,કાલા પત્થર અને સિલસિલા જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી છે.