શશી કપૂર માટે અમિતાભ બચ્ચને ખાસ વિડિયો-મેસેજ રેકૉર્ડ કર્યો

23 April, 2015 04:25 AM IST  | 

શશી કપૂર માટે અમિતાભ બચ્ચને ખાસ વિડિયો-મેસેજ રેકૉર્ડ કર્યો



અમિતાભે શશી કપૂર સાથે ‘ત્રિશૂલ’, ‘સિલસિલા’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘કભી કભી’ અને ‘કાલા પત્થર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અમિતાભ કહે છે કે તેમને જ્યારે શશી કપૂર સાથે કરેલા કામના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ નિ:શબ્દ બની ગયા હતા.

૭૭ વર્ષના શશી કપૂરને તેમણે બૉલીવુડમાં આપેલા પ્રદાન બદલ ૨૦૧૪નો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે અવૉર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અવૉર્ડ તેમને આવતા મહિને આપવામાં આવશે. જોકે તેઓ તેમની ખરાબ તબિયતને લીધે અવૉર્ડ લેવા માટે જાતે નહીં આવી શકે.