24 August, 2023 08:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરમન જોશી
શર્મન જોષી તેની આગામી થ્રિલર ફિલ્મ ‘ઝિદ્દી સનમ’માં કામ કરવા માટે એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં તેની સાથે શારીબ હાશ્મી, આર્ય બબ્બર અને સોનાલિકા દિવાજીતા પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે અને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને શિવમ અગરવાલ, નિશાંત કુમાર, અરવિંદ સિંહ રાજપૂત અને શરદ રાવ પ્રોડ્યુસ કરશે. તરલા દલાલની જર્ની પર બનેલી ફિલ્મ ‘તરલા’માં શર્મન જોવા મળ્યો હતો. હવે ‘ઝિદ્દી સનમ’ને લઈને ઉત્સુક શર્મને કહ્યું કે ‘ઘણા સમય બાદ મને સારી થ્રિલર વિશે સાંભળવા મળ્યું છે. હું શૂટિંગ શરૂ કરવા માટે આતુર છું. આ એવો રોલ છે જે મેં અગાઉ નથી કર્યો અને હું ફિલ્મના શૂટિંગને લઈને ખૂબ એક્સાઇટેડ છું.’