મિસ્ટર ઍન્ડ મિસિસ સીઝન 2 દ્વારા ડિજિટલ જગતમાં એન્ટ્રી કરશે શરત સક્સેના

06 January, 2020 04:19 PM IST  |  Mumbai Desk

મિસ્ટર ઍન્ડ મિસિસ સીઝન 2 દ્વારા ડિજિટલ જગતમાં એન્ટ્રી કરશે શરત સક્સેના

શરત સક્સેના ડિજિટલ પ્લૅટફૉર્મ પર ‘મિસ્ટર ઍન્ડ મિસિસ સીઝન 2’ દ્વારા એન્ટ્રી કરશે. તેમણે ‘દબંગ 3’, ‘રેસ 3’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં દમદાર ઍક્ટિંગ કરી છે. હવે ‘મિસ્ટર ઍન્ડ મિસિસ સીઝન 2’ ૭ જાન્યુઆરીથી ધ વાઇરલ ફીવર અને ગર્લીયપ્પા પર શરૂ થવાનો છે. આ શો વિશે જણાવતાં શરત સક્સેનાએ કહ્યું હતું કે ‘ધ વાઇરલ ફિવર જે પ્રકારે કન્ટેન્ટ બનાવે છે એ મને પસંદ છે. તેઓ આજની યુવા પેઢીને ધ્યાનમાં રાખીને શો બનાવે છે. ‘મિસ્ટર ઍન્ડ મિસિસ’ પણ એવો જ એક શો છે જે લોકોને ખૂબ હસાવશે. સાથે જ લોકો પર અમીટ છાપ પણ છોડી જશે. આ શો દ્વારા હું ન માત્ર ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહ્યો છું, પરંતુ સાથે જ નવા વર્ષની શરૂઆત સકારાત્મક અને ખુશનુમા ઢબે કરી રહ્યો છું. મને લાગે છે કે લોકોને હસાવવું એ અઘરું કામ છે. હંમેશાં હું એને એક ચૅલેન્જ તરીકે સ્વીકારું છું. હું દરેકનો આભાર માનું છું જેમણે મને હંમેશાં સપોર્ટ કર્યો છે. આશા રાખું છું કે મારી જેમ દર્શકો પણ ઉત્સાહી હશે.’

bollywood bollywood news bollywood gossips