‘દેજા વુ’નો ફર્સ્ટ લુક જાહેર કર્યો શરદ કેળકરે

14 April, 2021 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિવાય અન્ય પાત્રોના ફક્ત વૉઇસ ઓવર હશે. આ ફિલ્મને ડિરેક્ટ અભિજિત વારંગ કરશે જેની ડેબ્યુ ફિલ્મ ‘પિકાસો’ને નૅશનલ અવૉર્ડ મળ્યો છે.’

શરદ કેળકર

શરદ કેળકરે ગઈ કાલે ગુડી પડવો હોવાથી તેની આગામી ફિલ્મ ‘દેજા વુ’નો ફર્સ્ટ લુક શૅર કર્યો હતો. આ તેની સોલો લીડ તરીકેની પહેલી ફિલ્મ છે. આ ફોટોમાં તે કૅમેરાથી બીજી તરફ જોઈ રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શરદ કેળકરે કૅપ્શન આપી હતી કે ‘ગુડી પડવાના પવિત્ર તહેવાર નિમિત્તે હું મારી ફિલ્મ ‘દેજા વુ’નો ફર્સ્ટ લુક શૅર કરી રહ્યો છું. ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં આ એકમાત્ર એવી ફીચર ફિલ્મ છે જેમાં સિંગલ લોકેશન પર સિંગલ કૅરૅક્ટર હશે. આ સિવાય અન્ય પાત્રોના ફક્ત વૉઇસ ઓવર હશે. આ ફિલ્મને ડિરેક્ટ અભિજિત વારંગ કરશે જેની ડેબ્યુ ફિલ્મ ‘પિકાસો’ને નૅશનલ અવૉર્ડ મળ્યો છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news sharad kelkar