શાને રિચા શર્માના ઍક્ટિંગ સ્કિલની મજાક ઉડાવી

23 May, 2020 09:42 PM IST  |  Mumbai Desk | Agencies

શાને રિચા શર્માના ઍક્ટિંગ સ્કિલની મજાક ઉડાવી

રિચા શર્મા

શાનનું કહેવું છે કે રિચા શર્મા સિંગર હોવાની સાથે તેનામાં ઍક્ટિંગનો પણ કીડો છે. ઝી ટીવી પર આવતા ‘સા રે ગા મા પા’ને 25 વર્ષ થયાં હોવાથી એની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. આજે સોશ્યલ મીડિયા પર ‘એક દેશ એક રાગ’ની 25 કલાકની નૉનસ્ટૉપ કૉન્સર્ટ ચાલુ થશે. આ કૉન્સર્ટનું સમાપન આવતી કાલે સાંજે સાત વાગ્યે ટીવી પર કરવામાં આવશે. આ શોમાં ઘણા સિંગર પર્ફોર્મ કરી રહ્યા છે. આ દરમ્યાન રિચાએ ગીત ગાવાની સાથે ઍક્ટિંગ સ્કિલ પણ દેખાડી હતી. તેણે ‘ઓમ શાંતિ ઓમ’નો ડાયલૉગને કોરોના વાઇરસ સાથે જૉઇન કરી બોલ્યો હતો. રિચાએ કહ્યું હતું કે ‘એક સૅનિટાઇઝર કી બૂંદ કી કિમત તુમ ક્યા જાનો રમેશ બાબુ?’

રિચાની ફિલ્મી સ્ટાઇલને જોઈને શાને કહ્યું હતું કે ‘વાહ, વાહ, રિચાજી યે ક્યા હો ગયા આપ કો? મેં જાનતા હૂં આપ અભી ભી સિંગર હૈ પર યે ઍક્ટિંગ કા બુખાર આપ પે કબ સે ચડ ગયા?’
રિચાએ કહ્યું હતું કે આ તો લૉકડાઉનની અસર છે અને ઍક્ટિંગ તેનો નવો પ્રેમ પણ છે.

લૉકડાઉનમાં ઘરેથી પર્ફોર્મ કરતા કલાકારોને મહેનતાણું મળવું જોઈએઃ રિચા શર્મા

સિંગર રિચા શર્માએ જણાવ્યું હતું કે લૉકડાઉનમાં જે પણ કલાકારો ઘરેથી પર્ફોર્મ કરે છે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ. દેશમાં જ્યારથી લૉકડાઉન શરૂ થયું છે ત્યારથી લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કલાકારો ઑનલાઇન પર્ફોર્મ કરી રહ્યા છે. જોકે એના માટે તેમને કોઈ રકમ નથી મળતી. એ વિશે રિચા શર્માએ કહ્યું હતું કે ‘જો આવી જ સ્થિતિ રહી તો આપણી પાસે વર્ચ્યુઅલ કૉન્સર્ટ સિવાય કોઈ પર્યાય નહીં બચે. આપણને સમયની સાથે આગળ વધવું પડશે. એવામાં લોકોએ પણ સમજવું જોઈએ કે કલાકારોને પણ તેમનાં બિલ ચૂકવવાનાં હોય છે. લોકોને આ વાતની જાણ હોતી નથી અને તેઓ પણ અલગ-અલગ પ્લૅટફૉર્મ પર ફ્રીમાં ગીત ગાય છે. આપણે જો કૉન્સર્ટ્સ વિશે વાત કરીએ તો એમાં સામેલ સંગીતકારોને મહેનતાણું મળવું જોઈએ. તેમની પાસે કોઈ આવક નથી. એનાથી તેમની પણ મદદ થઈ જશે. જો આવી કૉન્સર્ટમાં પૈસા મળે તો દરેકને મદદ થશે.’

bollywood bollywood news bollywood gossips