શાહરુખે લીધી છે યશ ચોપડાની ફિલ્મ માટે ખાસ ફિટનેસ તાલીમ

24 September, 2012 05:45 AM IST  | 

શાહરુખે લીધી છે યશ ચોપડાની ફિલ્મ માટે ખાસ ફિટનેસ તાલીમ



થોડા સમયથી યશ ચોપડાની ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ના પ્રોમો આવવાના શરૂ થયા છે અને એમાં હીરો શાહરુખ ખાનનો લુક સાવ જ અલગ છે. ચર્ચા છે કે શાહરુખે આ ફિલ્મ માટે સ્પેશ્યલ ફિટનેસ ટ્રેઇનિંગ લીધી છે જેને લીધે તેનો લુક ‘ડૉન ૨’ અને ÒRA.OnEÓ કરતાં સાવ અલગ છે.

આ મુદ્દે વાત કરતાં શાહરુખની નજીકની એક વ્યક્તિએ કહ્યું હતું, ‘શાહરુખના નવા લુકની ક્રેડિટ તેના ફિટનેસ-ટ્રેઇનર પ્રશાંત સાવંતને જાય છે. પ્રશાંતે તેને વાઇટાલિટી, પર્ફોર્મન્સ ઍન્ડ રીકન્ડિશનિંગ (વીઆઇપીઆર) નામની નવી ટેક્નિક શીખવી છે. પ્રશાંત પોતે લંડનમાં આ ટેક્નિક શીખ્યો છે અને પછી એનો પ્રયોગ શાહરુખ પર કર્યો છે જેનું આટલું સારું પરિણામ આવ્યું છે. શાહરુખે ‘ઓમ શાંતિ ઓમ’માં પ્રશાંતની મદદથી જ સિક્સ પૅક બનાવ્યા હતા.’

આ નવી ટેક્નિક વિશે વાત કરતાં પ્રશાંત કહે છે, ‘વીઆઇપીઆર એ ફિટ અને ફ્લેક્સિબલ રહેવા માટે સારી ટેક્નિક છે. શાહરુખ એવી પહેલી વ્યક્તિ છે જેના પર મેં એનો પ્રયોગ કર્યો છે. શાહરુખની સૌથી સારી વાત એ છે કે તે હંમેશાં નવા-નવા પ્રયોગો કરવા માટે તૈયાર રહે છે. આ નવી ફિટનેસ ટેક્નિકને લીધે જ શાહરુખ ફિલ્મમાં વધુ યંગ લાગે છે.’