‘છમ્મક છલ્લો...’એ પહેલી વાર કિંગ ખાનને કર્યો હેરાન

22 December, 2011 08:02 AM IST  | 

‘છમ્મક છલ્લો...’એ પહેલી વાર કિંગ ખાનને કર્યો હેરાન



શાહરુખ ખાનની દિવાળીમાં રિલીઝ થયેલી સુપરહીરો ફિલ્મ Ra.OnEમાં જો સૌથી વખાણવાલાયક કોઈ બાબત હોય તો એ ફિલ્મનું ગીત ‘છમ્મક છલ્લો...’ હતું એમાં કોઈ બેમત નહીં હોય. જોકે આ ગીતને કારણે જ કિંગ ખાન મુશ્કેલીમાં મુકાયો છે. કેરળમાં થોડા દિવસ પહેલાં આ ગીત પર પફોર્ર્મન્સ તેને હવે ઘણો મોંઘો પડ્યો છે અને કેરળ પોલીસે શાહરુખ સામે પોલીસે કેસ દાખલ કર્યો છે.

શાહરુખ ૪ ડિસેમ્બરે કોચીમાં એક નવા શોરૂમના ઉદ્ઘાટન માટે ગયો હતો. આ સાથે તેનો પફોર્ર્મન્સ પણ ઇવેન્ટ દરમ્યાન રાખવામાં આવ્યો હતો. જોકે શાહરુખ સાથે જે ડાન્સર્સે પફોર્ર્મ કર્યું હતું તેમનો પહેરવેશ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને ઘણો ટૂંકો લાગ્યો હતો અને આ પ્રકારની અશ્લીલતાથી તેઓ શરમથી લાલ થઈ ગયા હતા. આ કારણે ત્યાંના એક નાગરિકે એક અરજી દાખલ કરી હતી અને એના રીઍક્શન હેઠળ કિંગ ખાન અને જેના શોરૂમની આ ઇવેન્ટ હતી તે કાપડના વેપારી સામે પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો છે.