શાહિદે પપ્પાને દાઢી કરી આપી

31 October, 2014 05:05 AM IST  | 

શાહિદે પપ્પાને દાઢી કરી આપી

આ ફિલ્મમાં એક સીન શૂટ કરવા શાહિદે પપ્પા પંકજ કપૂરનો મેક-અપમૅન બનીને તેમને દાઢી કરી આપી હતી. વાસ્તવમાં શૂટિંગ દરમ્યાન પંકજ કપૂરના એક મહત્વના સીનનું શૂટિંગ કરવાનું હતું, પણ એ વખતે પંકજ કપૂરનો ખાસ મેક-અપમૅન હાજર નહોતો એટલે સેટ પર હાજર શાહિદે જ પપ્પાને દાઢી કરી આપી હતી. આ આખા પ્રસંગને ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના કૅમેરામાં કેદ કરી લીધો છે. વળી એમાંનો એક ફોટો પોતાના ટ્વિટર-અકાઉન્ટ પર અપલોડ પણ કર્યો હતો. ‘શાનદાર’માં શાહિદ અને આલિયા વેડિંગ-પ્લાનરોનો રોલ કરી રહ્યાં છે જેઓ અનિદ્રાથી પીડાય છે. આ ફિલ્મથી શાહિદની બહેન પણ બૉલીવુડમાં પ્રવેશી રહી છે.