શાહિદ શીખે છે કન્નડ ભાષા

26 December, 2012 05:39 AM IST  | 

શાહિદ શીખે છે કન્નડ ભાષા



ફિલ્મના સેટ પર તેણે કેટલાક લોકોને ન સમજાય એવી ભાષામાં વાતો કરતાં સાંભળ્યાં ત્યારે એ કઈ ભાષા છે એ જાણવાનું તેને કુતૂહલ થયેલું. તેમને પૂછતાં ખબર પડી કે એ તો કન્નડમાં વાત કરી રહ્યા છે. આમેય શાહિદને કંઈક નવું શીખવાનું હોય તો ખૂબ ગમે છે. ક્રૂ-મેમ્બર્સને આ અગડંબગડં ભાષામાં વાત કરતા જોઈને તેને એટલો રસ પડ્યો કે એ લોકોને ત્યાં જ બેસાડીને એ ભાષા વિશે જાણવાનું શરૂ કરી દીધું. હવે તો તે આ સાઉથ ઇન્ડિયન ભાષાના કેટલાક પાયાના શબ્દો બોલતાં-સમજતાં શીખી ગયો છે. ત્યાંના સ્થાનિક લોકોના ઉચ્ચાર ધ્યાનમાં રાખીને તેમની સાથે કન્નડમાં વાત પણ કરે છે.